વિષ ધરીને વિષધર સૂતો


વિષ ધરીને વિષધર સૂતો, ચંડકોશિયો નામે; મહાભયંકર એ મારગમાં, વિચરે મહાવીરસ્વામી. જાશો મા પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે; હાથ જોડીને વિનવે વીરને, લોક બધા ભય પામી. મહાભયંકર... આવી ગંધ જ્યાં માનવ કેરી, ડંશ દીધો ત્યાં થઈને વેરી; હિંસા અને અહિંસા વચ્ચે, લડાઇ ભીષણ જામી. મહાભયંકર... દૂધ વહ્યું જયાં પ્રભુને ચરણે, ચંડકોશિયો આવ્યો શરણે; કંઇક સમજ તું, કંઈક સમજ તું, એમ કહે કરૂણા આણી. મહાભયંકર... વેરથી વે૨ શમે નહિ જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં; પ્રેમધર્મનો પરિચય પામી, નાગ રહ્યો શિર નામી. મહાભયંકર...
60

Vis Dharine Viṣadhar Suto


vis dharine visadhar sūto, chandakoshiyo nāme; mahābhayankar e māragamā, vichare mahāvirasvāmi. jāsho mā prabhu panth vikat chhe, jher bharyo ek nāg nikaṭ chhe; hāth joḍīne vinave virane, lok badhā bhay pāmī, mahābhayankar..... āvī gandh jyān mānav keri, dansh didho tyān thaine veri, hinsa ane ahinsā vachche, laḍāī bhīṣan jāmī. mahābhayankar..... dudh vahyun jyan prabhune charane, chandakoshiyo avyo sharane, kaink samaj tun, kaink samaj tun, em kahe karūṇā āṇī, mahābhayankar... verathi ver shame nahi jagamā, premathi prem vadhe jīvanamā, premadharmano parichay pāmi, nāg rahyo shir nāmi. mahābhayankar...

This stavan describes an incident in Bhagawān Mahāvir's life where with compassion, Bhagawan transformed Chandkaushik, a poisonous snake, to be a compassionate animal.
61