વીર પ્રભુ તુજ દર્શનથી
વીર પ્રભુ તુજ દર્શનથી, પાપ ગયાં મુજ આતમથી પુણ્ય પરિણતિ જો જાગી, જગપતિ જિન તુજ લય લાગી, દૂર ન કર પ્રભુ તનમનથી, વીર પ્રભુ...
ગુણ સમૂહથી તું ભરિયો, હું છું અવગુણનો દરિયો, દોષ ટાળ મુજ આતમથી, વીર પ્રભુ...
તું પ્રભુ જગનો તારક છે, આ જન તારો બાળક છે. સેવકને જો કરુણાથી, વીર પ્રભુ..
તું શું મુજને નહીં તારે, હું છું શું તુજને ભારે; જશ લેને શિવ દઈ જગથી, વીર પ્રભુ...
ગૌતમ નીતિ ગુણ બોલે, દાની નહીં કોઈ તુજ તોલે, કર પ્રસન્ન દઈ શિવવરથી, વીર પ્રભુ...
38
Vīr Prabhu Tuj Darshanathi
vir prabhu tuj darshanathī, pāp gayā muj ātamathī, punya parinati jo jāgi, jagapati jin tuj lay lāgi, dūr na kar prabhu tanamanathi, vir prabhu...
samūhathi tun bhariyo, hun chhun avaguṇano dariyo, dos tāl muj ātamathi, vir prabhu...
tun prabhu jagano tārak chhe, ā jan tāro bāļak chhe, sevakane jo karunāthi, vir prabhu...
tun shun mujane nahī tāre, hun chhun shun tujane bhāre, jash lene shiv dai jagathi, vir prabhu...
gautam niti gun bole, dānī nahī koi tuj tole, kar prasann dai shivavarathi, vir prabhu...
The poet feels that all his sins are washed away just as he sees the image of Bhagwan. The poet is requesting Bhagwan to give him shelter and not to separate him.
39