વીર ઝુલે ત્રિશલા ઝુલાવે
વીર ઝુલે, ત્રિશલા ઝુલાવે, ઝુલાવે, ધીરે ધીરે મીઠાં મીઠાં ગીત સુણાવે, ઘડી રમે, ઘડી હસે, કરે મનમાની, શિશુ બનીને ખેલે જગનો સ્વામી ! પ્યારભરી માતા પોઢાડે, પોઢાડે, ધીરે ધીરે...
સોનાનાં ફૂમતાં, હીરાનાં લૂમખાં, પારણિયે બાંધ્યાં, મોતીનાં ઝૂમખાં, ઝળાહળાં તેજ ક૨ે નીલમ પરવાળાં, રૂપા કેરી ઘંટડીના થાય રણકારા, હીરાતણી દોરી બંધાવે, બંધાવે, ધીરે ધીરે...
માતા હરખાતી, મનમાં મલકાતી,
મુખડું દેખીને મમતા છલકાતી,
ચૂમી ભરે, વ્હાલ કરે, બને ઘેલી ઘેલી,
હૈયું વરસાવે હેતની હેલી,
સ્નેહભર્યા નયણે નિહાળે, નિહાળે, ધીરે ધીરે
48
Vir Jhule Trishalā Jhulāve
vir jhule, trishalā jhulāve, jhulāve, dhire dhire mithā mīṭhā gīt suṇāve, ghaḍī rame, ghaḍī hase, kare manamānī, shishu banine khele jagano svāmī ! pyārabhari mātā podhāde, podhade, dhire dhire...
sonānā phūmatā, hirānā lūmakhā,
pāraṇiye bāndhyā, motīnā jhūmakhā,
jhaļāhaļā tej kare nīlam paravāļā,
rūpā keri ghantaḍīnā thāy raṇakārā,
hirātaṇi dori bandhāve, bandhāve, dhire dhire...
mātā harakhāti, manamā malakātī,
mukhadu dekhine mamatā chhalakāti,
chūmī bhare, vhāl kare, bane gheli gheli,
haiyu varasāve hetani heli,
snehbharya nayane nihāle, nihāle, dhire dhire...
Mother Trishla is rocking baby Mahāvir's cradle and singing a lullaby. The baby is very playful and lying in a nicely decorated cradle. The stavan portrays Trishla's eyes as they are filled with love and emotion towards her baby.
49