વ્હાલા મારા હૈયામાં રહેજે...
વ્હાલા મારા હૈયામાં રહેજે, ભૂલું ત્યાં તું ટોકતો રહેજે. માયાનો છે કાદવ એવો, પગ તો ખૂંચી જાય; હિંમત મારી કામ ન આવે, તું પકડજે બાંહ્ય. વ્હાલા મારા...
મરકટ જેવું મન આ મારું જ્યાં ત્યાં કૂદકા ખાય; મોહ મદિરા ઉપર પીધો, ને પાપે પ્રવૃત્ત થાય. વ્હાલા મારા...
દેવું પતાવવા આવ્યા જગમાં, દેવું વધતું જાય; છૂટવાનો એક આરો હવે તો, તું છોડે છુટાય.
વ્હાલા મારા...
પુનિતનું આ દર્દ હવે તો, મુખે કહ્યું નવ જાય; સોંપી મેં તો તારા ચરણમાં, થવાની હોય તે થાય. વ્હાલા મારા...
226
Vhālā Mārā Haiyāmā Raheje...
vhālā mārā haiyāmā raheje, bhūlu tyān tun tokato raheje.
māyāno chhe kādav evo, pag to khunchi jāy; himmat mārī kām na āve, tun pakaḍaje bānhy. vhālā mārā...
marakat jevu man ā māru jyān tyān kūdakā khāy; moh madirā upar pidho, ne pāpe pravṛtta thāy.
vhālā mārā...
devu patāvavā āvyā jagamā, devu vadhatu jāy; chhuṭavano ek āro have to, tun chhode chhuṭāy. vhālā mārā...
punitanu ā dard have to, mukhe kahyu nav jāy; sonpi me to tārā charaṇamā, thavānī hoy te thāy. vhālā mārā...
The poet lovingly asks Bhagwan to be a guide throughout his life, helping him overcome his faults and mistakes. He refers to his mind as a "drunk monkey" jumping from one place to another. He asks Bhagwan for peace and stillness that would allow him to focus on what really matters.
227