વૈષ્ણવ જન તો તેને કહીએ


(રાગ : ખમાજ, તાલ : ધુમાલ) – નરસિંહ મહેતા વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે; પરદુઃખે ઉપકાર કરે, તોયે મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ... સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે; વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવ... સમદ્રષ્ટિ ને તૃષ્ણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે; જિહ્વા થકી અસત્ય ન બોલે, ૫૨-ધન નવ ઝાલે હાથ રે. મોહ-માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે; રામનામ શું તાળી રે લાગી, વૈષ્ણવ... સકળ તીરથ તેના તનમાં રે. વૈષ્ણવ... વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ નિવાર્યા રે; ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ ઇકોતેર તાર્યાં રે. વૈષ્ણવ...
182

Vaisnav Jan To Tene Kahie


(rāg: khamāj, tāl: dhumāl) Narasinh Mehtā vaiṣṇav jan to tene kahie, je piḍ parāī jāņe re; paraduḥkhe upakār kare, toye man abhimān na āṇe re. vaiṣṇav... sakaļ lokamā sahune vande, nindā na kare keni re; vāch-kachh-man nishchal rākhe, dhan dhan jananī teni re. vaisnav... samadṛsti ne trsnātyāgi, parastri jene māt re, jihvā thaki asatya na bole, paradhan nav jhāle hāth re. moha-māyā vyāpe nahi jene, drdh vairagya jenā manamā re; rāmanām shu tālī re lāgi, sakaļ tīrath tenā tanamā re. vaisnav... vaisnav... vaṇalobhi ne kapaṭarahit chhe, kāma-krodh nivāryā re; bhane narasaiyo tenu darshan karatā, kuļ ekoter tāryā re. vaisnav...

The famous poet Narasinh Mehta describes the high qualities of a true hearted religious person (Vaiṣṇāv). This was one of Gāndhiji's favorite bhajans.
183