તું પ્રભુ મારો
તું પ્રભુ મારો હું પ્રભુ તારો, ક્ષણ એક મુજને ના રે વિસારો મહેર કરી મુજ વિનંતી સ્વીકારો, સ્વામી સેવક જાણી નિહાળો. તું પ્રભુ... લાખ ચોરાસીમાં ભટકી પ્રભુજી,
આવ્યો છું તારે શરણે હો જિનજી
દુર્ગતિ કાપો, શિવસુખ આપો, સ્વામી સેવક જાણી નિહાળો. તું પ્રભુ... અક્ષય ખજાનો પ્રભુ તારો ભર્યો છે, આપો કૃપાળુ મેં હાથ ધર્યો છે વામાનંદન જગનંદન પ્યારો,
દેવ અનેરામાંહી તું છે ન્યારો. તું પ્રભુ... પળ પળ સમરૂં નાથ શંખેશ્વર, સમરથ તારણ તું હી જિનેશ્વર પ્રાણ થકી તું અધિક વ્હાલો, દયા કરી મુજને નાથ નિહાળો. તું પ્રભુ... ભક્તિ વત્સલ તારૂં બિરૂદ જાણી, કેડ ન છોડું લેજો જાણી ચરણોની સેવા હું નિત ચાહું, ઘડી ઘડી હું મનમાં ઉમાડું. તું પ્રભુ
જ્ઞાન પદમ તુજ ભક્તિ પ્રતાપે, ભવોભવના સંતાપ સમાવે અમીય ભરેલી તારી, મૂર્તિ નિહાળી,
પાપ અંતરના દે એ પખાળી. તું પ્રભુ...
82
82
Tun Prabhu Māro
tun prabhu māro hun prabhu tāro, kśan ek mujane nā re visāro maher karī muj vinantī svīkāro, svāmī sevak jānī nihālo. tun prabhu... lākh chorāsīmā bhaṭaki prabhuji, āvyo chhun tāre sharane ho jinaj ī durgati kāpo, shivasukh āpo, svāmī sevak jāṇī nihāļo. tun prabhu..... akśay khajāno prabhu tāro bharyo chhe, āpo kṛpāļu me hāth dharyo chhe vāmānandan jaganandan pyāro,
dev anerāmānhi tun chhe nyāro. tun prabhu... pal pal samaru nāth shankheshvar, samarath taran tun hi jineshvar
prāṇ thaki tun adhik vhālo,
dayā kari mujane nāth nihāļo. tun prabhu... bhakti vatsal tāru birud jānī, ked na chhodu lejo jāņi
charaṇoni sevā hun nit chāhu,
ghaḍī ghaḍī hun manamā umāhu. tun prabhu... jñān padam tuj bhakti pratāpe, bhavobhavanā santāp samāve amiy bhareli tāri, mūrti nihālī,
pāp antarana de e pakhāļī. tun prabhu...
The poet is requesting Bhagwan to give him refuge. Bhagwan has unlimited wealth of knowledge and poet wishes to attain knowledge about his own soul through Bhagwan.
83