ટીલડી રે...
ટીલડી રે મારા પ્રભુજીને શોભતી, કેવી મેં તો ટીલડી ઘડાવી. ઓ પ્રભુજી મારા...
ટીલડી ઘડાવવા હું તો સોની ઘેર ગ્યો'તો, સોનીડાએ ઘાટ રૂડા ઘડિયા. ઓ પ્રભુજી મારા...
ટીલડી ઘડાવવા હું તો ઝવેરી ઘેર ગ્યો'તો, ઝવેરીએ હીરા મોતી જડિયા. ઓ પ્રભુજી મારા...
એવી રે ટીલડી હું તો શંખેશ્વર લાવ્યો, શંખેશ્વરા પાર્શ્વને ચઢાવી. ઓ પ્રભુજી મારા...
દાદા તારી ટીલડીએ સૌના મન મોહ્યા, ભક્ત તણા અંતરિયા ખોલ્યા. ઓ પ્રભુજી મારા...
24
Tilaḍi Re...
tiladi re mārā prabhujine shobhati, kevi me to țīlaḍī ghaḍāvi. o prabhujī mārā...
ṭīlaḍī ghaḍāvavā hun to soni gher gyo'to, sonidae ghāt rūḍā ghadiyā. o prabhujī mārā...
tilaḍī ghaḍāvavā hun to jhaveri gher gyo’to, jhaverie hīrā motī jadiyā. o prabhujī mārā...
evi re tiladi hun to shankheshvar lāvyo, shankheshvarā pārshvane chaḍhāvi. o prabhujī mārā...
dādā tāri tiladie saunā man mohyā, bhakt taṇā antariyā kholyā. o prabhujī mārā...
In this jovial song, we admire Bhagwan's bindi. The writer takes us through the careful creation of the Bindi, which symbolizes the efforts devotees put into worship. Bhagwān's beautiful decoration reflects the beauty of our souls and points us to our inner truth.
25