તારી લીયોને વીતરાગી
હે... પરદુઃખભંજન, નાથ નિરંજન, ત્રિશલાનંદન મહાવીરા તને કોટીવંદન, ભવદુઃખભંજન અલખ નિરંજન ઓ વીરા હે... ક્ષત્રિયકુંડવાલા, દીન દયાળા, પરમ કૃપાળુ તે વીરા જગમંગલવાલા, શાંતિવાલા, પંથ નિરાળા મહાવીરા તારા પંથ નિરાળા મહાવીરા (૨)
હે... તારી લીયોને વીતરાગી, નાવલડી મારી તારી લીયોને વીતરાગી (૨)
આ રે સંસારિયામાં અહીં તહીં આથડ્યો
હે.... રમતો બનીને રંગરાગી નાવલડી મારી. તારી લીયો...
અટવાણી નાવ મારી આંધી તુફાનમાં
હે... મધદરિયે ડુબવાને લાગી નાવલડી મારી. તારી લીયો... પ્રભુ મહાવીર તમે કરૂણાના સાગર
હે... કંઈ કંઈને કીધા વૈરાગી, નાવલડી મારી. તારી લીયો...
જૈન મંડળની વિનંતી છે આટલી
હે... ભવના ફેરા જાય ભાંગી નાવલડી મારી. તારી લીયો...
84
Tāri Liyone Vitārāgi
he... paraduḥkhabhañjan, nāth nirañjan, trishalānandan mahāvīrā tane kot ivandan, bhavaduḥkhbhanjan alakh nirañjan o vīrā he.. kśtriyakunḍavālā, dīn dayāļā, param kūpāļu te vīrā jagamangalavālā, shāntivālā, panth nirāļā mahāvīrā tārā panth nirālā mahāvīrā (2)
he... tārī līyone vitarāgī, nāvalaḍī mārī tārī līyone vītāragi (2)
ā re sansārīyāmā ahi tahi āthaḍyo he...ramato banine rangarāgi nāvalaḍī mārī. tārī liyo...
atavāṇī nāv mārī āndhī tuphānamā he...madhadariye dubavāne lāgī nāvalaḍī mārī. tārī liyo...
prabhu mahāvir tame karuṇānā sāgar
he...kain kaine kidhā vairāgi, nāvalaḍī māri. tāri liyo...
jain mandalani vinanti chhe āṭali
he... bhavana pherā jāy bhāngi nāvalaḍī māri. tārī liyo...
Using a boat as a metaphor for his life, the poet asks Bhagwan for direction to help him come to the right path of true enlightenment.
85