તમે મન મૂકીને
તમે મન મૂકીને વરસ્યા....અમે જનમ જનમનાં તરસ્યા. તમે મુશળધારે વરસ્યા...અમે જનમ જનમનાં તરસ્યા.
તમે
હજાર હાથે તમે દીધું પણ ઝોળી અમારી ખાલી, જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોયે અમે અજ્ઞાની, અમૃત રૂપે વરસ્યા....અમે ઝેરના ઘુંટડે તરસ્યા....
સ્નેહની ગંગા તમે વહાવી, જીવન નિર્મળ કરવા, પ્રેમની જ્યોતિ તમે જલાવી, આતમ ઉજ્જવળ કરવા, તમે સૂરજ થઈને ચમક્યા....અમે અંધારામાં ભટક્યા...
શબ્દે શબ્દે શાતા આપે, એવી પ્રભુની વાણી, એ વાણીની પાવનતાને, અમે કદી ન પિછાણી તમે મહેરામણ થઈ ઉમટ્યા....અમે કાંઠે આવી અટક્યા...
162
Tame Man Mukine
tame man mūkine varasyā... ame janam janamanā tarasyā. tame mushaļadhāre varasyā... ame janam janamanā tarasyā.
hajar hāthe tame dīdhu pan jholi amārī khālī, jñān khajāno tame lunṭāvyo, toye ame ajñāni, tame amṛt rūpe varasyā... ame jheranā ghunṭade tarasyā... snehanī gangā tame vahāvī, jīvan nirmaļ karavā, premanī jyoti tame jalāvī, ātam ujjavaļ karavā, tame sūraj thaine chamakyā.... ame andhārāmā bhaṭakyā... shabde shabde shātā āpe, evī prabhunī vāṇī
e vāṇīnī pāvanatāne, ame kadī na pichhāṇī tame maheraman thai umatyā... ame kānṭhe āvī aṭakyā...
This song explains that even though Bhagwan guides on the right path of liberation, we miss the opportunity because of our ignorance. We stay untouched and dry even when the rain of knowledge is pouring.
163