તમે ભાવે ભજી લ્યો ભગવાન
તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઇક આત્માનું કરો કલ્યાણ, જીવન થોડું રહ્યું.
એને દીધેલા કોલ તમે ભૂલી ગયા,
જૂઠી માયા ને મોહમાં ફસાઇ ગયા, ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન. જીવન...
બાળપણ ને યુવાનીમાં અડધું ગયું, નહીં ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું, હવે બાકી છે એમાં દો ધ્યાન. જીવન...
પછી ઘડપણમાં પ્રભુ ભજાશે નહીં, લોભ વૈભવ ને ધનને તજાશે નહીં, બનો આજથી પ્રભુમાં મસ્તાન. જીવન...
બધા આળસમાં દિન આમ વીતી જશે, પછી યમનું ઓચિંતુ તેડું થશે, નહીં ચાલે તમારૂં તોફાન. જીવન...
જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો, કંઇક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો, છીએ થોડા દિવસના મહેમાન. જીવન...
એ જ કહેવું આ બાળકનું દિલમાં ધરો, ચિત્ત રાખી મહાવીરને ભાવે ભજો, ઝાલો ઝાલો ભક્તિનું સુકાન. જીવન...
112
Tame Bhāve Bhaji Lyo Bhagwan
tame bhāve bhaji lyo bhagwan, jīvan thodu rahyun, kaink ātmānu karajo kalyāṇ, jivan thoḍu rahyun. ene didhelā kol tame bhūlī gayā,
jūthi māyā ne mohamā phasāi gayā, cheto cheto shun bhūlyā chho bhān. jīvan...
bālapan ne yuvānīmā aḍadhu gayun, nahi bhaktinā mārgamā dagalu bharyu, have bāki chhe emā do dhyān. jīvan... pachhi ghadapanamā prabhu bhajāshe nahi, lobh vaibhav ne dhanane tajāshe nahi, bano ājathi prabhumā mastān. jīvan.....
badhā āļasamā din ām viti jashe, pachhi yamanu ochintu teḍu thashe, nahi chāle tamārū tophān. jīvan...
jarā chetine bhaktinu bhāthu bharo, kaink dar to prabhujīno dilamā dharo, chhie thoḍā divasanā mahemān. jīvan...
e ja kahevun ā bālakanu dilamā dharo, chitt rākhi mahāvirane bhāve bhajo, jhālo jhālo bhaktinu sukān. jīvan...
The poet urges us to elevate our soul by immersing ourselves in Bhagwan's devotion, as life is short. He warns us that devotion is difficult in old age, and since childhood and youth have passed, we have limited time remaining to attentively pray to Bhagwan Mahavir.
113