સૂર્ય ચંદ્ર આકાશ


સૂર્ય-ચંદ્ર આકાશ પવનને, વર્ષા જેમ બધાના છે. મહાવીર કેવળ જૈનોના નહીં, પણ આખી દુનિયાના છે... જન્મ ભલે ને અહીં લીધો પણ, જ્યોત બધે ફેલાવી સૂર્ય ભલે ને અહીં ઊગ્યો પણ, પ્રકાશ છે જગવ્યાપી પ્રાણી માત્રના પ્યારા એ પયગંબર માનવતાના છે... સત્ય અહિંસા પ્રેમ કરુણા, ભાવ છે મંગલકારી અનેકાંતની વિચારધારા, સર્વ સમન્વયકારી પતિતને પાવન કરનારા, પાણી જેમ ગંગાના છે... વિરાટ એવા વિશ્વપુરુષને, વામન અમે કર્યો છે. વિશાળ એના વિશ્વધર્મને, વાડા મહીં પૂરાવ્યો છે. જીવનના જ્યોર્તિધર એ તો જગના જ્ઞાન ખજાના છે.
178

Surya Chandra Akash


surya-chandra ākāsh pavanane, varṣā jem badhānā chhe. mahāvir kevaļ jainonā nahī, paṇ ākhī duniyānā chhe.. janm bhale ne ahin lidho pan, jyot badhe phelāvi surya bhale ne ahin ūgyo pan, prakāsh chhe jagavyāpī prāṇī mātranā pyārā e payagambar mānavatānā chhe... satya ahinsā prem karuṇā, bhāv chhe mangalakāri anekāntanī vichāradhārā, sarva samanvayakārī patitane pāvan karanārā, pāṇī jem gangānā chhe... virāṭ evā vishvapuruṣane vāman ame karyo chhe vishāļ enā vishvadharmane, vāḍā mahi pūrāvyo chhe. jīvananā jyotirdhar e to jaganā jñān khajānā chhe.

In this stavan, we appreciate the universality of truth that Jainism preaches. Just how the sun, moon, sky and wind belong to and benefit everyone, so does Bhagwān Mahāvir and his message of truth, nonviolence, love and compassion.
179