સુણો ચંદાજી


સુણો ચંદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો . મુજ વિનતડી, પ્રેમ ધરીને એણી પેરે તુમ સંભળાવજો. એ આંકણી જે ત્રણ ભુવનનો નાયક છે, જસ ચોસઠ ઈંદ્ર પાયક છે; નાણ દિરસણ જેહને ક્ષાયક છે. સુણો... જેની કંચનવરણી કાયા છે, જસ ધોરી લંછન પાયા છે; પંડિરિક નગરીનો રાયા છે. સુણો... બાર પર્ષદામાંહી બિરાજે છે, જસ ચોત્રીસ અતિશય છાજે છે; ગુણ પાંત્રીસ વાણીએ ગાજે છે. સુણો... ભવિજનને જે ડિબોહે છે, તુમ અધિક શીતલ ગુણ સોહે છે; રૂપ દેખી ભવિજન મોહે છે. સુણો... તુમ સેવા કરવા રસિયો છું, પણ ભરતમાં દૂરે વસિયો છું; મહામોહરાય કર ફસિયો છું. સુણો... પણ સાહિબ ચિત્તમાં ધરીયો છે, તુમ આણાખડગ કર ગ્રહીયો છે; તો કાંઈક મુજથી ડરીયો છે. સુણો... જિન ઉત્તમ સૂંઠ હવે પૂરો, કહે પદ્મવિજય થાઉં શૂરો, તો વાધે મુજ મન અતિ નૂરો. સુણો...
78

Suno Chandaji


suņo chandājī ! simandhar paramātam pāse jājo. muj vinataḍī, prem dharine eni pere tum sambhalāvajo. je tran bhuvanano nāyak chhe, jas chosath indra pāyak chhe; nāṇ darisaṇ jehane kśāyak chhe. suņo..... jeni kanchanavaraṇī kāyā chhe, jas dhori lanchhan pāyā chhe; pundariki nagarino rāyā chhe. suņo... bār parṣadāmāhi biraje chhe, jas chotris atishay chhaje chhe; gun pantris vānie gaje chhe. suno... bhavijanane je paḍibohe chhe, tum adhik shital gun sohe chhe; rūp dekhi bhavijan mohe chhe. suno... tum sevā karavā rasiyo chhun, paṇ bharatamā dūre vasiyo chhun; mahāmoharay kar phasiyo chhun. suno... pan sahib chittamā dhariyo chhe, tum āṇākhaḍag kar grah iyo chhe; to kāink mujathi dariyo chhe. suno... jin uttam pūnth have pūro, kahe padmavijay thāun shūro, to vāghe muj man ati nūro. suņo...

This song is about Simandhar Bhagwan who is present Tirthankar in Maha Videh Kśetra (different from our Bharat Kśetra). The poet wishes to serve Bhagwan but is unable to travel so far to Maha Videh Kśetra. He is asking the moon to deliver his good wishes and respect to Simandhar Bhagwan.
79