સુખદુઃખ મનમાં ન આણીએ (રાગ : વેરાવળ; પ્રભાતિયું)
નરસિંહ મહેતા
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં; ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જિડયાં. સુખદુઃખ...
નળરાજા સરખો નર નહિ, જેની દમયંતી રાણી; અર્ધો વચ્ચે વનમાં ભમ્યાં, ન મળે અન્ન ને પાણી. સુખદુઃખ... પાંચ પાંડવ સરખા બાંધવા, જેને દ્રૌપદી રાણી;
બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિદ્રા ન આણી. સુખદુઃખ... સીતા સરખી સતી નહિ, જેના રામજી સ્વામી; રાવણ તેને હરી ગયો, સતી મહાદુ:ખ પામી. સુખદુઃખ... રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;
દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લૂંટાણી. સુખદુઃખ... હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, તારાલોચની રાણી; તેને વિપત્તિ બહુ પડી, ભર્યા નીચ ઘેર પાણી. સુખદુઃખ... શિવજી સરખા સતા નહીં, જેની પારવતી રાણી; ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી. સુખદુઃખ... એ વિચારી હરિને ભજો, તે સાય જ કરશે;
જુઓ આગે સા’ય ઘણી કરી, તેથી અર્થ જ સરસે. સુખદુઃખ... સર્વ કોઈને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરજામી;
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈંના સ્વામી. સુખદુઃખ...
246
Sukhaduḥkh Manamā Na Aņie
(rāga verāval; prabhātiyu)
Narasinh Mehta
sukhaduḥkh manamā na āṇie, ghaṭ sāthe re ghaḍiyā; ṭālyā te koīnā nav ṭale, raghunāthanā jaḍiyā. sukhaduḥkh..... naļarājā sarakho nar nahi, jeni damayantī rār
ardhe vastre vanamā bhamyā, na maļe ann ne pāṇī.sukhaduḥkh... pānch pānḍav sarakhā bāndhavā, jene draupadi rāni; bār varas van bhogavyā, nayaṇe nidrā na āṇī. sukhaduḥkh..... sītā sarakhi sati nahi, jenā rāmajī svāmi;
rāvaṇ tene hari gayo, satī mahāduḥkh pāmī. sukhaduḥkh... rāvaṇ sarakho rājiyo, jeni mandodari rāni;
dash mastak chhedāī gayā, badhī lankā lūnṭāṇī. sukhaduḥkh... harishchandr rāy satavādiyo, tārālochani rāṇī;
tene vipatti bahu padi, bharya nich gher pānī. sukhaduḥkh... shivaji sarakhā satā nahī, jenī pāravati rāṇī,
bhoļavāyā bhilaḍī thaki, tapamā khāmī gaṇāṇī. sukhaduḥkh..... e vichārī harine bhajo, te sā’y ja karashe;
juo age sa'y ghani kari, tethi arth ja sarase. sukhaduḥkh... sarva koine jyāre bhid padi, samaryā antarajāmī; bhāvat bhāngi bhūdhare, mahetā narasainā svāmi.sukhaduḥkh...
Joy and sadness, feelings that have effected humans over many generations, are effects limited to our body. This song puts our modern sadness into perspective by giving examples of great men and women in history, such as the Five Pandavs, Sita, Draupadi, etc. who have borne much deeper pains. We are reminded that the primary mission of our life is to see beyond these daily feelings and focus on our soul.
247