સોળ સતીનું સ્તવન


બ્રાહ્મી સુંદરી ચંદનબાળા રાજેમતી ગુણવંતાજી; ચારે સતીઓ બાળકુમારા, સંયમ ગુણ ધરંતાજી. કૌશલ્યા સીતા સતી વૃંદું, કુંતી દ્રૌપદી સાથેજી; ચારે સાસુ વહુની જોડી, શિયળ મુકુટમણિ માથેજી. પ્રભાવતી પદ્માવતી શિવા, મૃગાવતી સતી મોટાજી; ચારે બહેનો જગ જયવંતા, સતી ગુણમાં નહિ છોટાજી. સતી સુભદ્રા સુલસા ચિલ્લણા, દયિતા નળના રાણીજી; સોળ સતીને વંદુ પ્રેમે, સર્વે ગુણના ખાણીજી. જિનવર ચક્રી હરિ બળદેવના, જનની વંદું ભાવેજી; અવર અનંતા સતીઓ વંદી, “શામમુનિ” ગુણ ગાવેજી.
126

Sol Satinu Stavan


brahmi sundari chandanabālā rājemati guṇavantāji; chāre satio bāļakumārā, sanyam guṇ dharantājī. kaushalyā sītā sati vandu, kunti draupadi sātheji; chāre sāsu vahunī joḍī, shiyal mukuṭamaņi mātheji. prabhāvati padmavati shivā, mrūgāvatī sati moṭāji; chāre baheno jag jayavantā, satī guṇamā nahi chhoṭājī. satī subhadrā sulasā chillaṇā, dayitā naļanā rāṇījī; soļ satīne vandu preme, sarve guṇanā khāṇījī. jinavar chakri hari baļadevanā, janani vandu bhāveji; avar anantā satio vandi, "shāmamuni” guṇ gāveji.

The lady saints who persisted bravely for the sake of "Truth" are revered respectfully as SATIs. The recognized Satis include 4 Bal Kumāris (never married), 4 sisters, 2 pairs of mother-in-law/ daughter-in-law as well as 4 famous Satis. Praise is also offered to mothers of Tīrthankars, Chakravartis, Vāsudevs and Baldevs. This song is sung in morning prayers or Pratikraman.
127