શોધી લે જીવનનો સાર
શોધી લે જીવનનો સાર, ઓ માનવી શોધી લે જીવનનો સાર, આ તો સ્વપ્ર જેવો છે સંસાર. ઓ માનવી શોધી લે જીવનનો સાર.
માનવનો દેહ તને મોંઘો મળ્યો છે, કરજે વિવેકથી વિચાર;
માયા અને મોહમાં ઘેલો બનીને, ખેંચીશ મા પાપ તણો ભાર. ઓ માનવી
દૃષ્ટિ આપી છે તને સૃષ્ટિ નિહારજે, ત્યાગને મનમાં વિચાર;
કુદરતનાં દર્શન તું કરજે કિરતાર, ઘટ ઘટમાં એનો રણકાર. ઓ માનવી...
માયા હશે તે સાથ ના આવશે, માથે છે જમડાનો ભાર;
ન્યાય અને નીતિનો પંથ નહિ ચૂકતો, સમજીને કરજે વેપાર. ઓ માનવી...
મુક્તિની ધાર સમો માનવીનો દેહ છે, સાગર સમો છે સંસાર;
તરવું કે ડૂબવું વાત તારા હાથમાં, સમજીને હોડી હંકાર. ઓ માનવી...
ભક્તિ ભગવાનની કરજે હંમેશા,
સમજીને ખાંડાની ધાર;
નવકાર મંત્રને ગણતો જ રહેજે, તેથી ઊતરશો ભવપાર. ઓ માનવી...
152
Shodhi Le Jivanano Sar
shodhi le jīvanano sār, o mānavī shodhi le jīvanano sār, ā to svapna jevo chhe sansār. o mānavi shodhi le jīvanano sār mānavano deh tane mongho malyo chhe, karaje vivekathi vichar;
māyā ane mohamā ghelo banine, khenchish mā pāp taṇo bhār. o mānavi...
drsti api chhe tane srsti nihāraje, tyāgane manamā vichār;
kudaratanā darshan tun karaje kiratār, ghat ghaṭamā eno raṇakār. o mānavi...
māyā hashe te sath nā āvashe, māthe chhe jamaḍāno bhār; nyāy ane nitino panth nahi chukato, samajīne karaje vepār. o mānavi...
muktini dhār samo mānavino deh chhe, sāgar samo chhe sansar;
taravun ke dūbavun vāt tārā hāthamā, samajīne hoḍī hankār. o mānavī... bhakti bhagavānanī karaje hammeshā, samajine khānḍāni dhār;
navakār mantrane ganato ja raheje, tethi utarasho bhavapār. o mānavī...
This poet explains that life passes away as quickly as a dream. One must discover the nectar of life while they still have the chance. One must overcome worldly desires to follow the correct path of liberation.
153