શબ્દમાં સમાય નહીં
શબ્દમાં સમાય નહીં... એવો તું મહાન. (૨) કેમ કરી ગાઉં પ્રભુ તારા ગુણગાન. (૨) ગજું નથી મારૂં એવું કહે આ જુબાન. (૨) કેમ કરી ગાઉં પ્રભુ તારા ગુણગાન. (૨)
હો... ફૂલડાના બગીચામાં ખીલે ઘણાં ફૂલો, સૂંઘવા આવેલો ભ્રમર પડે રે ભૂલો,
એમ તારી સુરભી ભૂલાવે મને ભાન. (૨) કેમ કરી...
હો... અંબરમાં ચમકે અસંખ્ય સિતારા,
પાર કદી પામે નહીં એને ગણનારા,
ગુણ તારા ઝાઝા ને થોડું મારું જ્ઞાન. (૨) કેમ કરી...
હો... વણથંભ્યાં મોજાં આવે સરોવરના તીરે, જોતા જોતા મનડું ધરાયે ન લગીરે,
એક થકી એક તારા ઊંચા પરિમાણ. (૨) કેમ કરી...
હો.. પૂરૂં તો પુરાય નહીં કલ્પનાના રંગો,
હારી જાયે બધા મારા તર્કના તરંગો,
અટકીને ઊભું રહે મારૂં અનુમાન. (૨) કેમ કરી...
62
Shabdamā Samāy Nahi
shabdamā samāy nahī.....evo tu mahān. (2) kem kari gāun prabhu tārā guṇagān. (2) gaju nathi mārū evu kahe ā jubān. (2) kem kari gāun prabhu tārā guṇagān. (2)
ho... phulaḍānā bagichāmā khile ghaṇā phūlo, sunghavā āvelo bhramar paḍe re bhūlo, em tāri surabhi bhūlāve mane bhān. (2) kem kari...
ho... ambaramā chamake asankhy sitārā, pār kadī pāme nahi ene gaṇanārā,
gun tarā jhājhā ne thoḍu māru jñān. (2) kem kari...
ho..... vaṇathambhyā mojā āve sarovaranā tīre, jotā jotā manaḍu dharaye na lagire, ek thakī ek tārā ūnchā parimāṇ. (2) kem kari...
ho..... pūrū to purāy nahī kalpanānā rango,
hāri jāye badhā mārā tarkanā tarango,
aṭakine ūbhu rahe mārū anumān. (2) kem kari...
Bhagwan's greatness cannot be captured in words. The poet likens Bhagwan's qualities to countless stars in the sky and ponders how it could be possible to capture all of them in a song.
63