સમરો મંત્ર બડો નવકાર
સમરો મંત્ર બડો નવકાર, એ છે ચૌદ પૂરવનો સાર; એહના મહિમાનો નહિ પાર, એનો અર્થ અનંત અપાર. સમરો...
સુખમાં સમરો દુઃખમાં સમરો, સમરો દિવસ ને રાત; જીવતાં સમરો મરતાં સમરો, સમરો સૌ સંગાત. સમરો...
યોગી સમરે ભોગી સમરે, સમરે રાજા શંક; દેવો સમરે દાનવ સમરે, સમરે સૌ નિઃશંક. સમરો...
અડસઠ અક્ષર એહના જાણો, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણો, અષ્ટ સિદ્ધિ દાતાર. સમરો...
નવપદ એહના નવનિધિ આપે, ભવભવનાં દુ:ખ કાપે; “વીર” વચનથી હૃદયે સ્થાપે, પરમાતમ પદ આપે. સમરો...
12
Samaro Mantra Baḍo Navakār
samaro mantra bado navakār, e chhe chaud pūravano sār; ehanā mahimano nahi pār, eno arth anant apār. samaro...
sukhamā samaro duḥkhamā samaro, samaro divas ne rāt; jīvatā samaro maratā samaro, samaro sau saṁgāt. samaro.....
yogi samare bhogi samare, samare rājā rank;
devo samare dānav samare, samare sau nihshank. samaro...
adasath akṣar ehanā jāno, adasath tirath sar; āṭh sampadāthī paramāņo, aṣta siddhi dātār. samaro...
navapad ehanā navanidhi āpe, bhavabhavanā duḥkh kāpe; “vir”vachanathi hrudaye sthāpe, paramātam pad āpe. samaro...
This stavan signifies the importance of the Navakār Mantra and states that anyone, at anytime, and in any situation can recite this eternal mantra. This mantra is comprised of 68 letters, corresponding to the recognized 68 most important Jain tirths. Reciting this mantra symbolizes visiting all 68 tirths.
13