રંગાઈ જાને રંગમાં મહાવીર તણા સત્સંગમાં


રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, મહાવીર તણા સત્સંગમાં, માનવ તણા આ ભવમાં, રંગાઈ જાને... આજે ભજશું કાલે ભજશું, ભજવાની ક્યાં વાર, પ્રભુજી યાદ કરું કોકવાર, શ્વાસ ખૂટશે, નાડી તૂટશે (૨) પ્રાણ ના રહે તારા અંગમાં, રંગાઈ જાને... મોંઘો માનવ જન્મ મળ્યો, પણ અવસર ચાલ્યો જાય, આ ભવ ક્ષણમાં છૂટી જાય, આતમ એક દિ’ ઊડી જાશે (૨), કાયા રહેશે પલંગમાં, પાપ કરીને પેટ તેં ભરિયા ધર્મથી અજ્ઞાન, મનવા અધર્મીનું છે માન, રંગાઈ જાને પાપકર્મો હટાવી દઈને (૨), જા પ્રભુના ચરણમાં, રંગાઈ જાને મોજ મજાથી જીવનમાં તારું પુણ્ય પતાવી દીધું, માનવતાનું કામ ન કીધું, દેહ મળ્યો છે ભવ તરવાને (૨), રાખ પ્રભુને સંગમાં, રંગાઈ જાને
144

Rangai Jane Rangamā Mahāvir Taṇā Satsangamā


rangāī jāne rangamā, tun rangāī jāne rangamā, mahāvir taṇā satsangamā, mānav taṇā ā bhavamā, rangāi jāne... āje bhajashu kāle bhajashu, bhajavānī kyān vār, prabhuji yad karun kokavār, shvās khūtashe, nāḍī tūṭashe (2) prāṇ nā rahe tārā angamā, rangāi jāne... mongho mānav janma malyo, pan avasar chālyo jāy, ā bhav kśanamā chhūti jāy, ātam ek di' ūḍī jāshe (2), kāyā raheshe palangamā, rangāi jāne..... pap karine pet ten bhariyā dharmathi ajñān, manavā adharminu chhe man, pāpkarmo haṭāvi daine (2), jā prabhunā charaṇamā, rangāi jāne... moj majāthi jīvanamā tāru puṇya patāvī dīdhu, mānavatānu kām na kidhu, deh malyo chhe bhav taravāne (2), rākh prabhune sangamā, rangāi jāne...

This song asks us to not delay work on our spiritual advancement in hopes of finding the "right time." Our life is short and such a "right time" may never arrive. We must not waste time bickering over minor externalities and instead spend time understanding our soul and remembering the divine.
145