રંગ લાગ્યો


રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો રે, વીર તારી વાણી કેરો રંગ લાગ્યો રે, અમને લાગ્યો તમને લાગ્યો, સૌને લાગ્યો રે, વીર તારી... ઓલી ઉષાના રંગ, ઓલી સંધ્યાના રંગ, એના રંગથી અધિકો મને રંગ લાગ્યો રે. વીર તારી... પેલા માનવે જોને માયા મુકી દીધી, તારી વાણીને ઝુકી ઝુકી હૈયે લીધી, મેલા હૈયાને રંગનાર, કોઈ ચિતારો આવ્યો રે, એનો રંગ લાગ્યો રે. વીર તારી... પેલા અનંગે ચળાવ્યાં જેનાં ચિત્તડાં હતાં, તારા રંગે રંગાવ્યાં એનાં મનડાં હતાં, એના આંખોના અવિકારીએ અંજન લાગ્યો રે, એનો રંગ લાગ્યો રે. વીર તારી... પેલા ક્રોધે સળગેલા જેનાં અંતર હતાં, રાગ દ્વેષે રમાડયા જે નિરંતર હતા, ધોવા અંતરના મેલ,મેઘ અષાઢી આવ્યો રે, એનો રંગ લાગ્યો રે. વીર તારી...
142

Rang Lagyo


rang lagyo rang lāgyo rang lāgyo re, vir tārī vāṇī kero rang lāgyo re, amane lagyo tamane lāgyo, saune lāgyo re, vir tāri olī usānā rang, oli sandhyānā rang, enā rangathi adhiko mane rang lagyo re. vir tārī... pelā mānave jone māyā muki dīdhi, tārī vānine jhuki jhuki haiye lidhi, melā haiyāne ranganār, koi chitāro āvyo re, eno rang lagyo re. vir tāri... pelā anange chaļāvyā jenā chittadā hatā, tārā range rangāvyā enā manaḍā hatā, enā ānkhonā avikārie anjan lāgyo re, eno rang lāgyo re. vir tāri... pelā krodhe saļagelā jenā antar hatā, rag dveṣe ramadḍayā je nirantar hatā, dhovā antaranā mel, megh aṣādhī āvyo re, eno rang lagyo re. vir tāri...

Devotees are captivated by Bhagwan Mahāvir's teaching. He teaches them how to free themselves from negative feelings of anger, jealousy, and betrayal and has transformed their lives by bringing them inner peace. His teaching shows us the path to wash away our karma.
143