પ્રભુજીને પડદામાં રાખ મા
પ્રભુજીને પડદામાં રાખ મા
પૂજારી તારા આતમને ઓઝલમાં રાખ મા..(૨) વાયુ વિંઝાશે ને દીવડો ઓલાશે એવી ભીતી વંટોળિયાની ભાળ મા...(૨) આડો ઊભો તારો... (૨) દેહ અડીખમ ભળી જાશે એ તો રાખમાં, પૂજારી તારા આતમને
ઊડી ઊડી આવ્યાં પંખી હીમાળેથી, થાક ભરેલો એની પાંખમાં...(૨) સાતે સમંદર... (૨) પાર કર્યાં તોયે નથી રે ગુમાન એની આંખમાં, પૂજારી તારા આતમને.........
આંખનાં રતન તારાં, છોને ખોવાય ભાઈ હીરા લૂંટાય તારા લાખનાં... (૨) હૈયાનો હીરો તારો... (૨)
નહીં રે લૂંટાય કોઈ દિ’. ખોટા હીરાને ખેંચી રાખ મા, પૂજારી તારા આતમને ઓઝલમાં રાખ મા.
216
Prabhujine Padadāmā Rākh Mā
prabhujine paḍadāmā rākh mā pūjārī tārā ātamane ojhalamā rākh mā (2) vāyu vinjhāshe ne dīvaḍo olāshe evi bhiti vanṭoliyāni bhāļ mā.....(2)
āḍo ūbho tāro...(2) deh aḍīkham bhali jāshe e to rākhamā, pūjārī tārā ātamane.....
ūḍī ūḍī āvyā pankhi himālethi, thāk bharelo eni pānkhamā (2) sāte samandar...(2) pār karyā toye nathi re gumān enī ānkhamā, pūjārī tārā ātamane.....
ānkhanā ratan tārā, chhone khovāy bhāi
hirā lūnṭāy tārā lākhanā...(2)
haiyāno hiro tāro...(2)
nahi re lūnṭāy koi di',
khoṭā
hirāne khenchi rākh mā,
pūjārī tārā ātamane ojhalamā rākh mā.
Our soul is like Bhagwān. The ultimate duty of our life is to realize our soul. We should not spend all our time toward this temporary body and ignore our soul.
217