પ્રભુ તારું ગીત મારે


પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રેમનું અમૃત પાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે. પ્રભુ... આવે જીવનમાં તડકા ને છાયા, માગું છું પ્રભુ તારી જ માયા, ભક્તિના રસમાં નહાવું છે. પ્રભુ... ભવસાગરમાં નૈયા ઝુકાવી, ત્યાં તો અચાનક આંધી ચડી આવી, સામે કિનારે મારે જાવું છે. પ્રભુ... તું વીતરાગી, હું અનુરાગી, તારા ભજનની રટ મને લાગી, પ્રભુ તારા જેવા મારે થાવું છે. પ્રભુ...
168

Prabhu Taru Git Māre


prabhu tāru gīt māre gāvu chhe, premanu amrūt pāvu chhe, prabhu tāru git māre gāvu chhe. prabhu... āve jīvanamā taḍakā ne chhāyā, māgu chhun prabhu tāri ja māyā, bhaktinā rasamā nahāvu chhe. prabhu... bhavasagaramā naiyā jhukāvi. tyān to achānak āndhi chaḍī āvi, same kināre māre jāvu chhe. prabhu... tun vitaragi, hun anurāgi, tārā bhajananī raṭ mane lāgi, prabhu tārā jevu māre thāvu chhe. prabhu...

The poet wishes to sing the song of Bhagwan through good and bad times. No matter what hurdles come in the journey of life, the poet trusts that he will keep singing his song and overcome all troubles with God's grace.
169