પ્રભુ રાખજે ઉઘાડા દ્વાર


પ્રભુ રાખજે ઉઘાડા દ્વાર, તારા બાળકડાને કાજે. (૨) કૃપા સિન્ધુ રાખજો સંભાળ, તારા... કોઈ પ્રભુ પ્રભુ કરતો આવે, કોઈ પાર્શ્વની ધૂન મચાવે કરૂણા કરજો હે કિરતાર, તારા... કોઈ ભાવે પુષ્પ પૂજે, કોઈ પ્રેમે દિપક પ્રગટાવે રક્ષા કરજે તારણહાર, તારા... કોઈ ટળવળતાં દુઃખ માટે, કોઈ રોતાં હૈયા ફાટે તુજથી કેમ જોઈ શકાય ? તારા... પ્રભુ પારસનાથ અમારા, અમને પ્રાણ થકી છો પ્યારા મોક્ષ મારગના દેનારા. તારા...
90

Prabhu Rākhaje Ughādā Dvār


prabhu rākhaje ughādā dvār, tārā bāļakaḍāne kāje. (2) kṛpā sindhu rākhajo sambhāļ, tārā... koi prabhu prabhu karato āve, koī pārshvani dhūn machāve karūṇā karajo he kiratār, tārā... koi bhāve puspe pūje, koi preme dipak pragaṭāve rakśā karaje tāraṇahār, tārā... koi ṭalavalatā duḥkh māte, koi rotā haiyā phāṭe tujathi kem joi shakāy ? tārā... prabhu pārasanāth amārā, amane pran thaki chho pyārā moksa māraganā denārā. tārā...

The poet views Bhagwan as his father and himself as his child. He is asking Bhagwan to watch over him and take care of him. Devotees worship Pārshvanath in various ways and expect Bhagwan to show them the path to liberation.
91