પ્રભુ મારા કંઠમાં તું દેજે એવો રાગ


પ્રભુ મારા કંઠમાં તું દેજે એવો રાગ, જેથી હું ગાઈ શકું વીતરાગ. પ્રભુ મારા સૂરમાં તું પૂરજે એવો રાગ, જેથી હું ગાઈ શકું વીતરાગ. જગને રીઝાવી રીઝાવી હું રાચું, ના સમજાયે સંગીત સાચું, ભરજે તું અંત૨માં એવી કંઇ આગ, જેથી... વેર ને ઝેરની વાંસળી વગાડી, ગીતો ઘમંડનાં ગાયાં, બેસૂરો બોલે મારો તનનો તંબૂરો, સૂરો બધા વિખરાયા. પ્રગટાવજે તું પ્રીતની પરાગ. જેથી... તું દુનિયાની માયા છે દુઃખડાની છાયા, તોયે કદી ના મૂકાતી, જ્ઞાની ઘણાંએ દેખાડી ગયાં પણ, દિશા હજી ના દેખાતી, ચમકાવજે તું એવો ચિરાગ, જેથી હું જોઈ શકું વીતરાગ. પ્રભુ મારા કંઠમાં...
80

Prabhu Mārā Kanṭhamā Tun Deje Evo Rāg


prabhu mārā kanthamā tun deje evo rāg, jethi hun gāi shaku vītarāg. prabhu mārā sūramā tun pūraje evo rāg, jethi hun gai shaku vitarag. jagane rijhāvī rījhāvī hun rāchu, nā samajāye sangit sāchu, bharaje tun antaramā evī kain āg, jethi... ver ne jheranī vānsaļī vagāḍī, gīto ghamanḍanā gāyā, besūro bole māro tanano tambūro, sūro badhā vikharāyā. pragaṭāvaje tun pritani parag, jethi... duniyānī māyā chhe duḥkhaḍāni chhāyā, toye kadī nā mūkāti, jñāni ghaṇāe dekhāḍī gayā paṇ, dishā hajī nā dekhātī, chamakāvaje tun evo chirāg, jethi hun joi shaku vitarāg. prabhu mārā kanthamā...

Among the many creative requests from Bhagwān: “O Bhagwān, please grant me voice that helps me sing the songs of "vitrag❞ (Disattachment). So far my music was aimed at pleasing the worldly entertainment, but now please shine my direction to "vitrag❞ Bhagwan and behavior.
81