પાપીને તું પ્યાર કરી લે
(રાગ : ચાંદી કી દિવાર ન તોડી... ફિલ્મ : વિશ્વાસ)
પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉધ્ધાર થશે
તારા નામે ધર્મ તણો, દુનિયામાં જય જયકાર થશે. પાપીને... ધર્મ કહે છે આ દુનિયામાં, જીવ બધાનો સરખો છે, ઊંચા નીચા કર્મ ભલે હો, આતમ સૌનો સરખો છે, મુક્તિનો અધિકાર જગતમાં, સૌ પ્રાણીને સરખો છે. સરખા સૌને તું સમજી લે, સૌની ઉપર પ્યાર થશે. તારા નામે... પથ્થરને તું ઘાટ ઘડીને, દેવ તણો આકાર ધરે, પાવન એનું રૂપ ખીલવવા, મંત્રોનો ઉચ્ચાર કરે, પથ્થરથી શું માનવ ભૂંડો, એનો કાં ધિક્કાર કરે. ઝે૨ જશે જો આંખોમાંથી, અમૃતનો સંચાર થશે. તારા નામે... હેત ભર્યા જે તુજ હૈયામાં, એના ઉપર ઢોળી દે, કરુણાની પાવન ધારામાં, એનાં પાપ ઝબોળી દે, બંધ થયા જે ચક્ષુ એના, હળવે રહીને ખોલી દે. તારો પણ ઉદ્ધાર થશે, ને એનો પણ ઉદ્ધાર થશે. તારા નામે...
150
Papine Tun Pyar Kari Le
(rāg : chāndī ki divār nā todī..... film : vishvās )
pāpīne tun pyār karī le, pāpīno uddhār thashe tārā nāme dharma tano, duniyāmā jay jayakār thashe. pāpine...
dharma kahe chhe duniyāmā, jīv badhāno sarakho chhe, uncha nichā karm bhale ho, ātam sauno sarakho chhe,
muktino adhikār jagatamā, sau prāṇīne sarakho chhe, sarakhā saune tun samaji le, sauni upar pyār thashe. tārā nāme.....
paththarane tun ghāt ghaḍīne, dev taṇo ākār dhare,
pāvan enu rūp khilavavā, mantrono uchchār kare, paththarathi shu mānav bhūnḍo, eno kān dhikkār kare, jher jashe jo ānkhomānthi, amṛtano sanchār thashe. tārā nāme...
het bharyā je tuj haiyāmā, enā upar ḍholi de, karunānī pāvan dhārāmā, enā pāp jhaboli de,
bandh thayā je chakśu enā, haļave rahine kholi de, tāro pan uddhār thashe, ne eno pan uddhār thashe. tārā nāme...
This song teaches us to see the good in each person as every soul is pure from within. Treat everyone with respect and equality. Forgiveness and love are more powerful than hatred.
151