ઓ પ્રભુ તારા ચરણકમળમાં


ઓ પ્રભુ તારા ચરણકમળમાં આ જીવન કુરબાન છે જ્યાં લઈ જાય ત્યાં જાવું મારે, તું મારૂં સુકાન છે મારે ડુબાડે કે તું તારે, પરવશ મારા પ્રાણ છે. ઓ પ્રભુ.. લોકો કહે ના આગળ વધશો, સાગરમાં તુફાન છે તું મુજને ઉગારનારો, જગનો તારણહાર છે. ઓ પ્રભુ... આંધી આવે તુફાન આવે, મારૂં તુજમાં ધ્યાન છે મારા મનનો એક જ નિશ્ચય, તારા ભજનનું તાન છે. ઓ પ્રભુ... તારી મંજીલ દૂર છે કેટલી, તેનું ન મુજને ભાન છે સંસાર સાગર પાર કરી દે, દિલમાં એ અરમાન છે. ઓ પ્રભુ...
204

O Prabhu Tārā Charanakamaļamā


o prabhu tārā charaṇakamaļamā ā jīvan kurabān chhe jyān lai jāy tyān jāvun māre, tun mārūn sukān chhe māre, dubāḍe ke tun tāre, paravash mārā prāṇ chhe. o prabhu... loko kahe nā āgal vadhasho, sāgaramā tuphān chhe tun mujane ugāranāro, jagano tāraṇahār chhe. o prabhu... āndhī āve tuphān āve, mārūn tujamā dhyān chhe mārā manano ek ja nishchay, tārā bhajananu tān chhe. o prabhu... tārī mañjil dūr chhe ketali, tenu na mujane bhān chhe sansār sāgar pār kari de, dilamā e aramān chhe. o prabhu...

O Bhagwan, I am surrendering my life at your feet. I care not if you drown me, save me, or take my life away. People are asking me not to go that path. I know not how far you are located, but my only wish is to meet you after crossing this miserable world.
205