માતા મરુદેવીના નંદ
માતા મરુદેવીના નંદ,
દેખી તાહરી મૂર્તિ મારું મન લોભાણુંજી, મારું ચિત્ત ચોરાણુંજી,
દેખી તાહરી મૂર્તિ મારું દિલ લોભાણુંજી.
કરુણા નાગર કરુણા સાગર, કાયા કંચનવાન; ધોરી લાંછન પાઉલે, કંઇ ધનુષ્ય પાંચસે માન. માતા...
ત્રિગડે બેસી ધર્મ કહેતા, સુણે પર્ષદા બાર; યોજન ગામિની વાણી મીઠી, વસંતી જળધાર. માતા... ઉર્વશી રૂડી અપ્સરાને, રામા છે મનરંગ; પાયે નૂપુર રણઝણે, કંઈ કરતી નાટારંભ. માતા...
તુંહી બ્રહ્મા, તુંહી વિધાતા; તું જગ તારણહાર; તુજ સરીખો નહિ દેવ જગતમાં, અડવિયા આધાર. માતા... તુંહી ભ્રાતા તુંહી ત્રાતા, તુંહી જગતનો દેવ; સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા...
શ્રી સિદ્ધાચળ તીર્થ કેરો, રાજા ઋષભજિણંદ; કીર્તિકરે માણેકમુનિ તારી, ટાળો ભવભય ફંદ. માતા...
70
Mātā Marudevinā Nand
mātā marudevinā nand, dekhī tāharī mūrti māru man lobhāṇujī, māru chitt chorāṇuji,
dekhi tāharī mūrti māru dil lobhāņujī.
karuṇā nāgar karuṇā sāgar, kāyā kanchanavān; dhorī lānchhan paule, kain dhanuṣya panchase mān. mātā... trigade besi dharma kahetā, suņe parṣadā bār; yojan gāminī vāṇī mithi, varasanti jaļadhār. mātā... urvashi rūḍī apsarāne, rāmā chhe manarang; pāye nupur ranajhane, kain karatī nāṭārambh. mātā...
tunhī brahmā, tunhi vidhātā; tun jag tāraṇahār; tuj sarikho nahi dev jagatamā, aḍavaḍiyā ādhār. mātā... tunhi bhrātā tunhī trātā, tunhi jagatano dev; suranar kinnar vāsudevā, karatā tuj pad sev. mātā...
shri siddhachal tirth kero, rājā ṛshabhajinand; kirtikare māṇekamuni tārī, ṭāļo bhavabhay phand. mātā...
An old time favorite stavan in praise of first Tirthankar Rshabhdev (son of Mātā Marudevi). It describes the scene of Bhagwan's sermon (samavasaran). The physical grandure should also point to the great qualities of our soul and its potential to achieve ultimate stage, Moksa.
71