મારી નાડ તમારે હાથે (રાગ : દેશ)
મારી નાડ તમારે હાથે, હિ૨ સંભાળજો રે; મુજને પોતાનો જાણીને, પ્રભુપદ પાળજો રે.
પથ્યા પથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું; મને હશે શું થાતું, નાથ નિહાળજો રે. મારી નાડ... અનાદિ વૈદ પ્રભુ આપ છો સાચા, કોઈ ઉપાય વિષે નહિ કાચા; દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે. મારી નાડ...
વિશ્વેશ્વર શું હજી વિસારો, બાજી હાથ છતાં કાં હારો; મહા મુંઝારો મારો, નટવર ટાળજો રે. મારી નાડ... “કેશવ” હિર મારું શું થાશે ?
ઘાણ વાળ્યો કાયા ગઢ ઘેરાશે;
લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે. મારી નાડ...
198
Māri Naḍ Tamāre Hathe
(rāg: desh)
mārī nāḍ tamāre hāthe, hari sambhāļajo re;
mujane potāno jāņine, prabhupad pāļajo re.
pathyā pathya nathi samajātu, duḥkh sadaiv rahe ubharātu;
mane hashe shu thātu, nāth nihāļajo re.
māri nāḍ...
anādi vaid prabhu āp chho sāchā, koi upāy viṣe nahi kāchā; divas rahya chhe ṭānchā, veļā vāļajo re. mārī nāḍ...
vishveshvar shu hajī visāro, bājī hāth chhatā kā hāro; mahā muñjhāro māro, naṭavar ṭāļajo re. mārī nāḍ.....
"keshav" hari māru shu thashe ?
ghāṇ valyo kāyā gadh gherāshe;
lāj tamārī jāshe, bhūdhar bhāļajo re. māri nāḍ...
My pulse, and therefore my well being are in your hands o dear Bhagwan ! You are the most experienced doctor, and if something goes wrong, your prestige will suffer. Also, the time is short, so please consider me as one of your family member and treat my disease (cycle of life and death).
199