મારી આજની ઘડી


મારી આજની ઘડી છે રળિયામણી હાં રે મને વ્હાલો મળ્યાની વધામણી જી રે. મારી... હાં રે હું તો ધ્યાન ધરું છું પ્રભુ હારું હાં રે મારા અંતરમાં થયું અજવાળું જી રે. મારી... હાં રે મેં તો મોતીના સાથિયા પૂરાવીયા હાં રે મેં તો પ્રેમે પ્રભુને વધાવીયા જી રે. મારી... હાં રે તારી ભક્તિ કરવાને કાજ આવીયો હાં રે તારા દર્શન કરવાને આજ આવીયા જી રે. મારી...
28

Māri Ajani Ghaḍi


mārī ājani ghaḍī chhe raliyāmaṇī hān re mane vhālo malyānī vadhāmaṇī jī re. mārī... hān re hun to dhyān dharu chhu prabhu thāru hān re mārā antaramā thayu ajavāļu jī re. mārī... hān re me to motīnā sāthiyā pūrāviyā hān re me to preme prabhune vadhāviyā jī re. mārī... hān re tāri bhakti karavāne kāj āviyo hān re tārā darshan karavāne āj āvīyā jī re. mārī... The poet describes his happiness upon catching glimpse of Bhagwan. He finds joy and enlightenment in meditation and his worship.

68
68