મારી આ જીવન નૈયા
(રાગ : ૨મૈયા વસ્તાવૈયા..ફિલ્મ : શ્રી ૪૨૦)
મારી આ જીવન નૈયા, મારી આ જીવન નૈયા જોજે ના ડૂબે નૈયા, જોજે ના ડૂબે નૈયા મારી આ જીવન નૈયા... નાવ ઝોલે ચડી, ઊંચે આંધી ચડી,
મારે જાવું છે દૂર કાંઈ સૂઝે નહીં,
નથી જડતી કડી, રાત કાળી નડી, ઘનઘોર ઘટા જાણે છાઈ રહી,
દશા છે આવી મારી, એને તું લે ઉગારી. (૨) જોજે... મેઘ ભીષણ ગરજે, વીજ કળકળ બોલે,
મને એકે કિનારો જોવા ના મળે,
જાણે પાણી તળે, સામું કોઈ ના મળે, તને યાદ કરૂં છું હું પળે પળે
સાગર છે બહુ તોફાની, પ્રભુ તું છે સુકાની. (૨) જોજે... ચંદ્ર વાદળ છુપાય, તારલિયા ના દેખાય,
રાત અંધારી કેમે કરી ના સહેવાય, નાવ મારી અથડાય, મોજાં સાથે પછડાય, નાવ તૂટી ને અંદર પાણી ભરાય.
નૈયા જો ડૂબે મારી, જશે લાજ પ્રભુ તારી. (૨) જોજે... મારી જીવનની નાવ, પાર એને લગાવ,
મારા અંતરના ખૂણામાં દીપક પ્રગટાવ, જાયે જેથી અંધકાર, પહોચું સાગરને પાર, “જૈન સંયુક્ત મંડળ” કરે જય કાર,
પ્રભુ તારાં ગીતડાં ગાવાં, મારે મન મોટા લ્હાવા. (૨) જોજે...
100
Mari A Jivan Naiyā
(rāg ramaiyā vastāvaiyā... film : shri 420)
mārī ā jīvan naiyā, mārī ā jīvan naiyā
a
joje nā ḍūbe naiyā, joje nā ḍūbe naiyā, mārī ā jīvan naiyā...
nāva jhole chaḍī, ūnche andhi chadi,
māre jāvun chhe dūr kāin sūjhe nahi, nathi jaḍati kaḍī, rāt kāļī naḍī, ghanaghor ghaṭā jāṇe chhāi rahi,
dashā chhe āvī mārī, ene tun le ugārī. (2) joje... megh bhiṣan garaje, vij kaļakaļ bole,
mane eke kināro jovā nā male jāne pāṇī tale, sāmu koī nā male,
tane yād karū chhu hun pale pale
sāgar chhe bahu tophānī, prabhu tun chhe sukānī. (2) joje... chandra vādal chhupāy, tāraliyā nā dekhāy,
rāt andhārī keme kari nā sahevāy.
nāv mārī athaḍāy, mojā sāthe pachhaḍāy, nāv tūte ne andar pāṇi bharāy.
naiyā jo ḍūbe mārī, jashe lāj prabhu tārī. (2) joje... mārī jīvanani nāv, pār ene lagāv,
mārā antaranā khūṇāmā dīpak pragaṭāv.
jāye jethī andhakār, pahonchu sāgarane pār, "jain sanyukt manḍal" kare jay kār
prabhu tārā gītaḍā gavā, māre man moṭā lhavā. (2) joje...
The poet is comparing his life as a boat and requesting Bhagwan to save his boat from sinking in the ocean of life. Our life faces many unexpected storms. The poet is asking Bhagwan to navi- gate his boat safely to the banks of liberation.
101