મંગલ મંદિર ખોલો (રાગ : ભૈરવી)
નરસિંહરાવ દિવેટિયા
મંગલ મંદિર ખોલો દયામય !
મંગલ મંદિર ખોલો. (ધ્રુવ)
જીવન-વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો. દયામય ! તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો લ્યો. દયામય ! નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો. દયામય ! દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ-અમીરસ ઢોળો. દયામય !
242
Mangal Mandir Kholo
(rāg: bhairavi)
Narasinharāv Diveṭiyā
mangal mandir kholo dayāmay !
mangal mandir kholo. (dhruv)
jīvan-van ati vege vaṭāvyu,
dvar ubho shishu bholo. dayāmay ! timir gayu ne jyoti prakashyo,
shishune uramā lyo lyo. dayāmay !
nām madhur tam ratyo nirantar,
shishu sah preme bolo. dayāmay ! divya tṛṣātur āvyo bālak,
prema-amiras dhoļo. dayāmay !
This song was written by Narasinharāv Diveṭiyā on the death of his young son. The poet requests Bhagwan to accept and welcome his dear son at the gates of heaven. He is asking God to look after his son.
243