મળ્યો મળ્યો માનવ ભવ


મળ્યો મળ્યો માનવ ભવ મોંઘેરો, જો જો હાથમાંથી છટકી ન જાય. માનવ ભવ મોથેરો... મળ્યો ભવ તો અનુપમ ધર્મ કરો, ધર્મ કરીને પુણ્યનું ભાથું ભરો, જો જો મનની મનમાં રહી ન જાય. માનવ ભવ મોથેરો... ચાર દિવસની ચાંદની તું માની લે, મહા મોંઘેરી જીંદગી સુધારી લે, આ સોનેરી પળ વીતી જાય. માનવ ભવ મોંઘેરો... રમત રમતમાં ગુમાવ્યું બાળપણું, વિષય ભોગોમાં વિતાવ્યું યૌવનપણું, સાનમાં હવે સમજ સમય જાય. માનવ ભવ મોંઘેરો... પૈસા પૈસાની દિલમાં માળા ફરે, તેના તાનમાં ભગવંતને વિસરે, પણ એ તો દગો દઈ જાય. માનવ ભવ મોંઘેરો... આ દુનિયામાં સાચો એક જ સાર, પ્રભુ ભક્તિથી થાશે ભવનો ઉદ્ધાર, અરિહંત મંડળ ગુણ ગાય, માનવ ભવ મોંઘેરો
114

Malyo Malyo Manav Bhav


maļyo maļyo mānav bhav monghero, jo jo hāthamānthi chhaṭaki na jāy. mānav bhav monghero... malyo bhav to anupam dharm karo, dharma karine punyanu bhathu bharo, jo jo mananī manamā rahi na jāy. mānav bhav monghero... chār divasanī chāndanī tun mānī le, mahā mongheri jindagi sudhārī le, ā soneri pal viti jāy. mānav bhav monghero... ramat ramatamā gumāvyu bālapanu, viṣay bhogomā vitāvyu yauvanapanu sānamā have samaj samay jāy. mānav bhav monghero... paisā paisānī dilamā māļā phare, tenā tānamā bhagavantane visare, pan e to dago daī jāy. mānav bhav monghero... ā duniyāmā sācho ek ja sār, prabhu bhaktithi thashe bhavano uddhār, arihant mandal guṇ gāy. mānav bhav monghero...

The poet warns us that attaining human birth is a rare gift that we must not waste. We get carried away in worldly matters like money and fun but forget that those assets will not help us beyond this life.
115