મૈત્રીભાવનું પવિત્ર ઝરણું


ચિત્રભાનુ મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે; ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણકમલમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે. મૈત્રી... દીન, ક્રૂર ને ધર્મ વિહોણાં, દેખી દિલમાં દર્દ રહે, કરૂણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. મૈત્રી... માર્ગ ભૂલેલા જીવન પથિક ને માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું. મૈત્રી... ચિત્રભાનુની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરનાં પાપ તજીને, મંગલ ગીતો એ ગાવે. મૈત્રી
166

Maitribhāvanu Pavitra Jharaṇu


Chitrabhānu maitribhāvanu pavitra jharaņu, muj haiyāmā vahyā kare, shubh thāo ā sakal vishvanu, evi bhāvanā nitya rahe; guṇathi bharela guṇījan dekhi, haiyu māru nrūtya kare, e santonā charaṇakamalamā, muja jīvananu arghya rahe. maitrī... dīn, krūr ne dharma vihoṇā, dekhi dilamā dard rahe, karūṇā bhīnī ānkhomānthi, ashruno shubh strot vahe. maitri... mārg bhūlelā jīvan pathik ne märg chindhavā ūbho rahun, kare upekśā e māraganī, toye samatā chitta dharūn. maitri... chitrabhānuni dharma bhāvanā, haiye sau mānav lāve, ver jheranā pāp tajine, mangal gito e gāve. maitri...

Written by Sri Chitrabhānuji, this very popular song conveys the message of love and friendship towards all. It teaches us to have compassion and love towards others, share their pain and sorrows, and always offer a helping hand to whoever needs it.
167