મહાવીરનો સંદેશો


મહાવીરનો સંદેશો એક દિન દુનિયાને સમજાશે શ્રદ્ધા ને અહિંસાનો ઝંડો સૃષ્ટિ પર લહેરાશે એક દિવસ આ અણુબોમ્બ સૌ દરિયે ડૂબી જાશે માનવતાનું મંગલમય ગીત જગમાં બધે ગવાશે. લડતી ઝઘડતી આ દુનિયાને એક દિ’, મહાવીરે ચીંધ્યા રાહે જાવું પડશે. પ્રભુ મહાવીરે હિંસાના તાંડવમાં રાચનારા લોકને, એક દિ' જરૂર શરમાવું પડશે, પ્રભુ મહાવીરે કોટી કોટી માનવીને માથે નિરંતર, ગાજે છે યુદ્ધના નગારા, પડીકે બંધાયેલ જીવને પળેપળ, ભડકાવતા ભણકારા લાખો નોંધારાના આંસુ નિશ્વાસની, આગમાં એક દિ’ હોમાવું પડશે, પ્રભુ મહાવીરે વેરથી વેર શમે ન કદાપિ, આગથી આગ બુઝાય ના, હિંસાથી હિંસા હણાય નહીં કોઈ દિ', શસ્ત્રોથી શાંતિ સ્થાપાય ના બોમ્બના બનાવનાર વૈજ્ઞાનિકોને, એક દિ’ જરૂર પસ્તાવું પડશે, પ્રભુ મહાવીરે લાખ લાખ પ્રશ્નોના સાચા ઉકેલો, શસ્રો થકી નહીં આવે, ભીતિ બતાવે માનવીના હૈયામાં, પ્રીતિ કદી નહીં જાગે, સત્ય અહિંસા ને શાંતિનું સંગીત, બુલંદ કંઠે ગાવું પડશે, પ્રભુ મહાવીરે ચીંધ્યા રાહે જાવું પડશે...
118

Mahavirano Sandesho


mahavirano sandesho ek din duniyāne samajāshe shraddhā ne ahinsāno jhando srūṣṭi par laherāshe ek divas ā aṇubomb sau dariye ḍūbī jāshe mānavatānu mangalamay gīt jagamā badhe gavāshe. laḍatī jhaghaḍatī ā duniyāne ek di’ mahāvire chindhyā rāhe jāvu paḍashe. prabhu mahāv ire... hinsānā tāndavamā rāchanārā lokane, ek di' jarur sharamāvu paḍashe, prabhu mahāvire... koți koṭī mānavine māthe nirantar, gāje chhe yuddhanā nagārā, paḍīke bandhāyel jīvane palepal, bhaḍakāvatā bhaṇakārā, lākho nondhārānā ānsu nishvāsani, āgamā ek di' homāvu paḍashe. prabhu mahāvire... verathi ver shame na kadāpi, agathi ag bujhay nā, hinsāthi hinsā haṇāy nahi koi di', shastrothi shanti sthapāy nā bombana banāvanār vaijñānikone, ek di', jarur pastāvu padashe, prabhu mahāvire lākh lakh prashnonā sāchā ukelo, shastro thaki nahī āve, bhiti batāve mānavīnā haiyāmā, priti kadī nahī jāge, satya ahinsā ne shāntinu sangīt, buland kanṭhe gāvu paḍashe, prabhu mahavire chindhyā rāhe jāvu paḍashe...

In this song, we sing about the greatness of Mahāvir's message. We see people everywhere using violence and hatred to try to solve their problems, but as the poet says, Mahāvir's message of nonviolence is the only real way to peace.
119