મહાવીર સુકાની થઈને


મહાવીર સુકાની થઇને સંભાળ નૈયા મધદરિયે ડોલતી સાચો કિનારો કંઇક બતાવ તું છે જીવનનો સારથી જીવનનૈયા ભવસાગરમાં ડોલતી, આશાના આભમાં અંધારે ઝૂલતી વાગે માયાનાં મોજાં અપાર, હાંકું તારા આધારથી. મહાવીર... વૈભવના વાયરા દિશા ભૂલાવતા, આશાના આભલા મનને ડોલાવતા, તોફાન જાગ્યું છે દરિયા મોજાર, હોડી હલકારા મારતી. મહાવીર... ઊંચે છે આભ અને નીચે છે ધરતી, માન્યો છે એક મેં સાચો તં સારથી તું જૂઠો જાણ્યો આ સઘળો સંસાર, જીવું તારા આધારથી. મહાવીર... કાયાની હોડીનું કાચું છે લાકડું, તું છે મદારી અને હું છું તારું માંકડું દોરી ભક્તિની ઝાલી કિરતાર, નીકળું હું ખોટા સંસારથી. મહાવીર તોફાની સાગરમાં નૈયાને તારજો, છેલ્લી અમારી પ્રભુ અરજી સ્વીકારજો પ્રભુ દર્શન દેજો તત્કાળ, છૂટું હું તારા વિયોગથી. મહાવીર...
86

Mahāvir Sukani Thaine


mahāvir sukānī thaine sambhāl naiyā madhadariye dolatī sācho kināro kaink batāv tun chhe jīvanano sārathi jīvananaiyā bhavasāgaramā ḍolati, āshānā ābhamā andhāre jhūlati vāge māyānā mojā apār, hānku tārā ādhārathī, mahāvir... vaibhavanā vāyarā dishā bhūlāvatā, āshānā ābhlā manane dolāvatā, tophān jāgyun chhe dariyā mojār, hoḍī halakārā māratī, mahāvir... unche chhe abh ane niche chhe dharati, manyo chhe ek men sacho tun sārathi jūtho jānyo a saghalo sansar, jīvun tārā ādhārathi, mahāvir... kāyāni hodinu kachu chhe lākaḍu, tun chhe madari ane hun chhun tārun mānkadu dorī bhaktinī jhālī kiratār, nīkaļu hun khoṭā sansārathī, mahāvīr..... tophānī sāgaramā naiyāne tārajo, chhelli amāri prabhu arajī svīkārajo prabhu darshan dejo tatkāl, chhūtu hun tārā viyogathī. mahāvīr.....

The devotee urges Bhagwan Mahavir to rescue him and his boat from a storm mid seas(miseries of the world), and bring him safely to shore(peace and true happiness). He asks for right direction amidst atmosphere of deceit, attachment and want.
87