મહાવીર કુંવર નાનો રે


મહાવીર કુંવર નાનો રે, ઝુલે છે સોનાને પારણે, ત્રિશલાનો જાયો રે, ઝુલે છે રૂપાને પારણે સોના કેરૂં પારણું ને, હીરલાની દોર છે, એ ઝુલણીયે ઝુલનાર રે, ઝુલે છે... ત્રિશલા કહે છે વીરા, અહિંસા ધર્મ પાળજે, અહિંસાનો અવતાર રે, ઝુલે છે... ધર્મ શિક્ષક થઈને વીરા, કૂખ ઉજાળજે, પ્રેમનો પૂજારી રે, ઝુલે છે... દુ:ખીયા જીવોને, કર્મોથી ઉગારજે, કર્મોને ખપાવનાર રે, ઝુલે છે... પ્રાણીમાત્ર પર, દયા ભાવ રાખજે, દયાનો દાતાર રે, ઝુલે છે... જૈન શાસનની વીરા, જ્યોતિ બની રહેજે, જ્યોતિ ઝલકાવનાર રે, ઝુલે છે... લહેરથી પોઢે વીરા, ત્રિશલા ઝુલાવે, પારણિયે પોઢનાર રે, ઝુલે છે...
52

Mahāvir Kunvar Nāno Re


mahāvir kunvar nāno re, jhule chhe sonāne pāraṇe, trishalāno jāyo re, jhule chhe rūpāne pāraṇe sonā kerū pāraṇu ne, hiralā nī dor chhe, e jhulaṇiye jhulanār re, jhūle chhe... ..... trishalā kahe chhe vīrā, ahinsā dharma a pālaje, ahinsāno avatar re, jhule chhe.... dharma shikśak thaine vīrā, kūkh ujālaje, premano pūjārī re, jhūle chhe. ... duḥkhiyā jīvone, karmothī ugāraje, karmone khapāvanār re, jhūle chhe. ... prāṇīmātra par, dayā bhāv rākhaje, dayāno dātār re, jhūle chhe. ... jain shāsananī vīrā, jyoti bani raheje, jyoti jhalakāvanār re, jhule chhe. ... laherathi podhe vīrā, trishalā jhulāve, pāraṇiye podhanar re, jhule chhe. ...

The nursery rhyme is being sung by baby Mahavir's mother Trishla. As all mothers would, Mother Trishlā lovingly advises the baby to obey the jain principles of Ahinsa, and explain the principles of Karma and Compassion to the world. Jain devotees sing this lullaby on Mahavir Jayanti and Mahavir Janma Vānchan Day celebrations.
53