ખીલા ઠોકાણા વીરના કાનમાં


ખીલા ઠોકાણા વીરના કાનમાં, એજી ઓલ્યો ભૂલ્યો ભરવાડ અજ્ઞાનમાં. ખીલા ઠોકાણા... આંખડી ઢાળી આતમધ્યાને ઊભા રહ્યા છે પ્રભુ વીર, બળદ અમારા સાચવજે અલ્યા જોગીડા તું લગીર, હા કહી ના, ના કહી ના વીર ઊભા છે નિજ ધ્યાનમાં. ખીલા ઠોકાણા... બળદ બિચારા ચરવા લાગ્યા નીકળ્યા દૂર ને દૂર, ભાળ્યા નહિ ભરવાડે જ્યારે, ક્રોધે ભરાયો ભરપૂર, કાન બળ્યા છે કે ખાલી કાણાં, સમજાવું અબ ઘડી સાનમાં. ખીલા ઠોકાણા... ખીલા ભારી લાવ્યો રબારી, ઘાલ્યા પ્રભુને કાન, દુઃખ પડયું પણ દ્વેષ ન પ્રગટયો, સમતા ધરે ભગવાન, પ્રાણીમાત્રમાં એક જ સરીખો પ્રેમ વસે છે જેના પ્રાણમાં. ખીલા ઠોકાણા... ધ્યાન પૂરું થયે મહાવીર સ્વામીએ માંડ્યો ફરીથી વિહાર, મુખ પર શાંતિ દીસે છતાં પણ તનમાં દુઃખ અપાર, કોઇક ભાવિકે જોઇ લીધું આ, આવી હકીકત જાણમાં. ખીલા ઠોકાણા... વૈદ્ય બોલાવ્યા ખીલા કઢાવ્યા પીડા થઈ ગઈ દૂર, ચીસ પડી ગઇ મોટી પ્રભુથી પડઘા પડ્યા દૂર દૂર, મહાન ગિરિવર ધ્રૂજી ઊઠ્યાં પણ, વીર ઊભા છે નિજ ધ્યાનમાં. ખીલા ઠોકાણા... 56
56

Khilā Ṭhokāṇā Vīranā Kānamā


khila thokānā viranā kānamā, eji olyo bhulyo bharavāḍ ajñānamā. khīlā ṭhokāṇā... ankhadi dhāli ātamadhyāne ubhā rahyā chhe prabhu vir, balad amārā sāchavaje alyā jogiḍā tun lagir, hā kahī nā, nā kahi nā vir ūbhā chhe nij dhyānamā. khilā ṭhokāṇā... baļad bichārā charavā lāgyā nīkaļyā dūr ne dūr, bhāļyā nahi bharavāḍe jyāre krodhe bharāyo bharapūr, kān baļyā chhe ke khālī kāṇā, samajāvu ab ghaḍī sānamā. khilā thokāṇā... khilā bhārī lāvyo rabāri, ghalyā prabhune kān, duḥkh padyu pan dveṣ na pragaṭayo, samatā dhare bhagavān, prāṇīmātramā ek ja sarīkho prem vase chhe jenā prāṇamā. khilā thokāṇā... dhyān pūru thaye mahāvir svāmie mānḍyo pharithi vihār, mukh par shanti dise chhatā pan tanamā duḥkh apār, koik bhāvike joi līdhu ā, āvi hakikat jāṇamā. khilā thokāṇā... vaidya bolāvyā khīlā kaḍhāvyā pīḍā thai gai dūr, chis padi gai moți prabhuthi paḍaghā paḍyā dūr dūr, mahān girivar dhrūji ūṭhyā pan, vir ūbhā chhe nij dhyānamā. khilā thokāṇā...

This song tells a tale in Bhagwan Mahāvir's life where a farmer takes revenge on Bhagwan Mahāvir by hammering nails in his ears. Bhagwan Mahāvir had wronged this farmer in similar fashion in his previous life and so even he could not escape the wrath of his karma.
57