ખમ્મા રે ખમ્મા


ખમ્મા રે ખમ્મા મારા વીરજીને ખમ્મા ઘણી ઘણી ખમ્મા મારા વીરજીને ખમ્મા ત્રિશલા કૂખે વી૨જી જનમીયા જી હો... પહેલો રે પરચો ઇન્દ્ર મહારાજાને દીધો અંગૂઠાથી મેરુ કંપાવીયા જી હો... દૂજો રે પરચો દેવ મિથ્યાત્વીને દીધો મુઠ્ઠી મારી માન હણાવીયા જી હો... ત્રીજો રે પરચો ચંદનબાળાજીને દીધો અડદના બાકૂળા વહોરાવીયા જી હો... ચોથો રે પરચો ઇન્દ્રભૂતિજીને દીધો આત્માના ભેદ બતાવીયા જી હો... પાંચમો રે પરચો ચંડકોશિયાને દીધો બુઝ બુઝ કહી ઉગારીયા જી હો... એવો એક પરચો દાદા અમને રે દેજો ભવજલ પાર ઉતારો જી હો...
66

Khammā Re Khammā


khammā re khammā mārā vīrajīne khammā ghani ghani khammā mārā vīrajine khammā trishalā kūkhe virajī janamiyā jī ho... pahelo re paracho indra mahārājāne didho anguthathi meru kampāviyājī ho... dūjo re paracho dev mithyātvine didho muththī mārī mān haṇāviyā ji ho... trijo re paracho chandanabāļājīne dīdho aḍadanā bākūļā vahorāviyā jī ho... chotho re paracho indrabhūtijine didho ātmānā bhed batāviyā jī ho.... panchamo re paracho chanḍakoshiyane didho bujjh bujjh kahi ugariya ji ho... evo ek paracho dādā amane re dejo bhavajal pār utāro jī ho...

Sometimes a devotee can win over almighty, all-knowing Bhagwan with his "clever" arguments. In this poem, the devotee recounts "miracles” performed by Bhagwan Mahāvir and asks for a small miracle for himself to save him from the cycle of life and death.
67