કરજો કરજો નૈયા પાર


કરજો કરજો નૈયા પાર, મહાવીર તારો છે આધાર, મારા જીવનનો તું સાર, મહાવીર તારો છે આધાર... ટેક જૂઠી છે આ જગની માયા, જૂઠી છે આ કાચી કાયા, જૂઠો જાણ્યો છે સંસાર, મહાવીર તારો છે આધાર. કરજો... જીવન આ લાગે છે ખારું, નામ તમારું લાગે પ્યારું, તમે છો સૌના તારણહાર, મહાવીર તારો છે આધાર. કરજો... મારી નૈયા નિર્ભય કરજો, પ્રભુ તમે સુકાની બનજો, તમે છો આશાના એક તાર, મહાવીર તારો છે આધાર. કરજો... મારી અરજી દિલમાં ધરજો, સંકટ મારા દૂર કરજો, હરજો અજ્ઞાનના અંધકાર, મહાવીર તારો છે આધાર. કરજો... ‘સુંદર’ ગુણ તમારા ગાવે, ભવસાગરથી તરવા માગે, સુનો લાગે છે સંસાર, મહાવીર તારો છે આધાર. કરજો...
102

Karajo Karajo Naiyā Pār


karajo karajo naiyā pār, mahāv ir tāro chhe adhār, mārā jīvanano tun sār, mahāvir tāro chhe adhār..ṭek. jūthi chhe ā jagani māyā, jūṭhi chhe ā kāchī kāyā, jūtho jānyo chhe sansar, mahāv ir tāro chhe ādhār. karajo..... jivan ā lāge chhe khāru, nām tamāru lāge pyāru, tame chho saunā tāraṇahār, mahāvir tāro chhe ādhār. karajo... mārī naiyā nirbhay karajo, prabhu tame sukānī banajo, tame chho āshānā ek tār, mahāvir tāro chhe ādhār. karajo... mārī araji dilamā dharajo, sankaṭ mārā dūr karajo, harajo ajñānanā andhakār, mahāv ir tāro chhe ādhār. karajo..... sundar gun tamārā gāve, bhavasagarathi taravā māge, sūno lāge chhe sansār, mahāvīr tāro chhe ādhār. karajo...

The poet is requesting Bhagwan to navigate his lifeboat to safety from all the worldly troubles. He sees that the worldly outer pleasures as well as his own body are temporary and wishes to remove the darkness of ignorance from his life.
6