જીવન અંજલિ થાજો


(રાગ : ભૈરવી, તાલ : કેરવા) કરસનદાસ માણેક જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો ! ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો; દીન-દુખિયાના આંસુ લો'તા અંતર કદી ન ધરાજો ! મારું... સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો; ઝેર જગતનાં જી૨વી જીરવી અમૃત ઉરનાં પાજો ! મારું વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો; હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો ! મારું વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો; શ્રદ્ધા કેરો દીપક મારો ના કદીયે ઓલવાજો ! મારું...
148

Jivan Anjali Thājo


(rāg: bhairavi, tāl : keravā) Karsandās Mānek jīvan anjali thajo, māru jīvan anjali thajo! bhūkhyā kāje bhojan banajo, tarasyānu jal thajo; din-dukhiyānā ānsu lo’tā antar kadī na dharājo ! māru... satani kāntāli kedi par pusp bani patharājo; jher jagatanā jīravi jīravi amṛt uranā pājo ! māru... vaṇathākyā charaṇo mārā nit tārī samipe dhājo; haiyānā pratyek spandane tāru nām raṭājo ! māru... vamaloni vachche naiyā muj hālakaḍolak thājo; shraddha kero dipak māro nā kadiye olavājo ! māru...

The poet offers his life in the service of Bhagwān as well as the community. He wishes to offer food to the hungry and water to the thirsty. He wants to work tirelessly to help the needy and wipe their tears.
149