જીતવા નીકળ્યો છું....


જીતવા નીકળ્યો છું, પણ ક્ષણમાં હારી જાઉં છું, ત્યારે તારા મુખડા ઉપર, વારી વારી જાઉં છું. કૃપા જો તારી મળે નહિ, એવા નથી થાવું ધનવાન, કરુણા તારી હોય નહિ, એવા નથી થાવું ગુણવાન, કદી અપમાન કરે કોઈ મારું, ત્યારે હારી જાઉં છું. પાપ કરતાં પાછું ન જોઉં, પુણ્યે થાકી જાઉં છું, તારક જાણી તારાં ગીતો, નિશદિન પ્રેમે ગાઉં છું, હારજીતની હોડ પડે ત્યાં, ત્યારે હારી જાઉં છું. પલપલ કરવટ લેતી દુનિયા, હું પલટાતો જાઉં છું, મોહમાયાના એક ઇશારે, હું લપટાતો જાઉં છું, રાગ દ્વેષ આવે અંતરમાં, ત્યારે હારી જાઉં છું. મહા ભાગ્ય તુજ માર્ગ મળ્યો પણ, હું અજ્ઞાની મુંઝાઉં છું, જ્ઞાની ગુરુ ભગવંત મળ્યા, પણ હિંમત હારી જાઉં છું, ખુલ્લી આંખે દીપક લઈને કૂવે પડવા જાઉં છું.
134

Jitavā Nikalyo Chhun...


jītavā nikalyo chhun, paṇ kśaṇamā hārī jāu chhun, tyāre tārā mukhaḍā upar, vārī vārī jāu chhun. kṛpā jo tārī male nahi, evā nathi thāvu dhanavān, karuṇā tāri hoy nahi, evā nathī thāvu guṇavān, kadī apamān kare koī māharu, tyāre hārī jāu chhun. pāp karatā pāchhu na jou, punye thākī jāu chhun, tārak jānī tārā gito, nishadin preme gāu chhun, harajitani hoḍ paḍe tyān, tyāre hārī jāu chhun. palapal karavat leti duniyā, hun palaṭāto jāu chhun, mohamāyānā ek īshāre, hun lapaṭāto jāu chhun. rāg dveṣ āve antaramā, tyāre hārī jāu chhun... mahā bhāgya tuj mārg malyo pan, hun ajñānī munjhāu chhun, jñānī guru bhagavant malyā, paṇ himmat hārī jāu chhun, khulli ankhe dipak laine kūve paḍavā jāu chhun.

The poet admires Bhagwān for his greatness in overcoming his internal enemies. We are easily swayed into sin, wrong action and attachment. The poet is thankful that he found the right path to Bhagwan.
135