જિંદગીમાં કેટલું કમાણા


જિંદગીમાં કેટલું કમાણા રે, જરા સરવાળો માંડજો સમજુ સજ્જન ને શાણા રે, જરા સરવાળો માંડજો. મોટરો વસાવી તમે બંગલા બાંધ્યા ખૂબ કીધાં એકઠાં નાણાં રે, જરા સરવાળો માંડજો. ઊગ્યાથી આથમણા ધંધાની ઝંખના ઉથલાવ્યા આમ તેમ પાનાં રે, જરા સરવાળો માંડજો. ખાધું પીધું ને તમે ખૂબ મોજ માણી તૃષ્ણાના પૂરમાં તણાયા રે, જરા સરવાળો માંડજો. લાવ્યા’તા કેટલું ને લઈ જવાના કેટલું ? આખરે તો લાકડા ને છાણાં રે, જરા સરવાળો માંડજો મહાવીરના નામને જેણે નથી જાણ્યું સરવાળે મીંડાં મૂકાણાં રે, જરા સરવાળો માંડજો.
108

Jindagimā Keṭalu Kamānā


jindagimā ketalu kamāṇā re jarā saravālo mānḍajo samaju sajjan ne shāṇā re jarā saravāļo mānḍajo. motaro vasavi tame bangalā bāndhyā khuba kidhā ekathā nāṇā re, jarā saravālo māḍanjo. ūgyāthi athamaṇā dhandhānī jhankhanā uthalāvyā ām tem pānā re, jarā saravālo mānḍajo. khādhu pidhu ne tame khūb moj māṇī tṛṣṇānā pūramā taṇāyā re, jarā saravālo mānḍajo. lāvyā, tā keṭalu ne laī javānā keṭalu ? ākhare to lākaḍā ne chhāṇā re, jarā saravāļo mānḍajo mahāvīranā nāmane jene nathī jāṇyu saravāļe minḍā mūkāṇā re, jarā saravālo mānḍajo.

How much is enough? Being an entrepreneurial community, we are used to improving the finances of our business, but we mustn't forget that the more important accounts are those of our soul and spiritual life.
109