ઝૂલે ઝૂલે છે ત્રિશલાકુમાર


ઝૂલે ઝૂલે છે ત્રિશલાકુમાર મહાવીર ઝૂલે છે, એને ઝૂલે ઝૂલવાની છે હોંશ ઘણી, ભક્તો ઝૂલાવે પ્રભુને ખમા કરી, ભક્તો ગાય ને વીર ખુશી થાય, મહાવીર ઝૂલે છે... પ્રભુ ચાલે તો કુમકુમનાં પગલાં પડે, પ્રભુ બોલે તો મુખમાંથી ફૂલડાં ખરે, વરસે વરસે કુમકુમનો વરસાદ. મહાવીર ઝૂલે છે... દેવો ઘેલા થઈ પ્રભુ ગુણગાન કરે, ભૂખ થાક તરસ ના લાગે ખરે, દર્શન ઉલ્લાસે બન્યા ગુલતાન. મહાવીર ઝૂલે છે.... આજે શોભા દેરાસરમાં નવલી બની, આવો આવો નરનારી સૌ સાથે મળી, લેજો લેજો પ્રભુનું નામ. મહાવીર ઝૂલે છે... 50
50

Jhule Jhule Chhe Trishalākumār


jhule jhule chhe trishalākumār mahāvir jhūle chhe, ene jhule jhūlavāni chhe honsh ghani, bhakto jhūlāve prabhune khamā kari, bhakto gay ne vir khushi thāy, mahāvir jhūle chhe... prabhu chāle to kumakumanā pagalā pade, prabhu bole to mukhamānthi phūlaḍā khare, varase varase kumakumano varasād, mahāvir jhūle chhe..... devo ghela thai prabhu gunagān kare, bhukh thāk taras nā lāge khare, darshan ullāse banyā gulatān. mahāvir jhūle chhe... aje shobhā derāsaramā navali bani, āvo āvo naranari sau sāthe mali, lejo lejo prabhunu nām. mahāvir jhūle chhe.....

Devotees are rejoicing as they imagine rocking baby Mahāvir's cradle. They are amused by the reactions of baby Mahavir. At the same time, the baby is also enjoying the love and care received from the devotees.
51