ઝનન ઝનન ઝનકારો રે
ઝનન ઝનન ઝનકારો રે, બોલે આતમનો એકતારો રે, હવે પ્રભુજી પાર ઉતારો (૨)
તારલિયાના તોટા નહીં, પણ સૂરજ ચંદા એક છે (૨) દેવ અનેરા દુનિયામાં, પણ મારે મન તું એક છે (૨) ઘનન ઘનન ઘનકારો રે, બોલે ઘુઘરીનો ઘમકારો રે, હવે પ્રભુજી પાર ઉતારો (૨)
અવની પર આકાશ વસે તેમ, કરજો મુજ પર છાયા (૨) નિશ દિન અંતર રમતી રહેજો, મહાવીર તારી માયા (૨) ચમક ચમક ચમકારો રે, તારા મુખડાનો મલકારો રે, હવે પ્રભુજી પાર ઉતારો (૨)
ઉષા સંધ્યાના રેશમ દોરે સૂરજ ચંદા ઝુલે (૨) ચડતી ને પડતીના ઝુલે, માનવ સઘળા ડોલે (૨) સનન સનન સનકારો રે, તારી વાણીનો રણકારો રે, હવે પ્રભુજી પાર ઉતારો (૨)
તું છે માતા, તું છે પિતા, તું છે જગનો દીવો (૨) ત્રિશલાના નાનકડા નંદન, જગમાં જુગ જુગ જીવો (૨) છનન છનન છનકારો રે, મારા પ્રાણ થકી તું પ્યારો રે, હવે પ્રભુજી પાર ઉતારો (૨)
164
Jhanan Jhanan Jhanakāro Re
jhanan jhanan jhanakāro re, bole ātamano ekatāro re, have prabhujī pār utāro (2)
tāraliyānā toṭā nahī, paṇ sūraj chandā ek chhe (2) dev anerā duniyāmā, paṇ māre man tun ek chhe (2) ghanan ghanan ghanakāro re, bole ghugharino ghamakāro re, have prabhujī pār utāro (2)
avani par ākāsh vase tem, karajo muj par chhāyā (2) nish din antar ramatī rahejo, mahāvir tārī māyā (2) chamak chamak chamakāro re, tārā mukhaḍāno malakāro re, have prabhuji pār utāro (2)
uṣā sandhyānā resham dore suraj chandā jhule (2) chadati ne padatīnā jhule, mānav saghaļā dole (2) sanan sanan sanakāro re, tārī vāṇīno raṇakāro re, have prabhujī pār utāro (2)
tun chhe mātā, tun chhe pitā, tun chhe jagano dīvo (2)
trishalānā nānakaḍā nandan, jagamā jug jug jivo (2) chhanan chhanan chhanakāro re, mārā prāṇ thaki tun pyāro re, have prabhuji pār utāro (2)
The devotee asks Bhagwan to give him asylum from his worldly troubles. He considers Bhagwan as his ultimate Bhagwan among many other Gods in the universe and says he loves him more than his own life.
165