જેના ઘરમાં ભક્તિગાન


જેના ઘરમાં ભક્તિગાન તે ઘર આવે છે ભગવાન, જ્યાં છે સંત તણા સન્માન તે ઘર આવે છે ભગવાન. ઘરના સહુ સંપીને રહેતા એકબીજાને દોષ ન દેતા, નાના મોટા સહુયે સમાન તે ઘર આવે છે ભગવાન. એકબીજાનું હિત વિચારી મીઠી વાણીને ઉચ્ચરવી, રાખી સ્વધર્મ કેરૂ ભાન તે ઘર આવે છે ભગવાન. માતપિતાના એ સંસ્કારો ઊતરે બાળકમાં આચારો, વિકસે કુટુંબનું ઉદ્યાન તે ઘર આવે છે ભગવાન. એની સુવાસ વિશ્વ વ્યાપે દેવો આવી થાણું સ્થાપે, ગોવિંદ એ ઘર સ્વર્ગ સમાન તે ઘર આવે છે ભગવાન.
170

Jenā Gharama Bhaktigān


jenā gharamā bhaktigān te ghar āve chhe bhagavan, jyān chhe sant taṇā sanmān te ghar āve chhe bhagavān. gharanā sahu sampine rahetā ekabījāne doṣ na detā, nānā moṭā sahue samān te ghar āve chhe bhagavān. ekabījānu hit vichārī mīthī vānīne uchcharavi, rākhi svadharma keru bhān te ghar āve chhe bhagavān. mātapitānā e sanskāro ūtare bālakamā āchāro, vikase kutumbanu udyān te ghar āve chhe bhagavān. eni suvās vishve vyāpe devo āvi thānu sthāpe, govind e ghar svarga saman te ghar ave chhe bhagavan.

It is said that the family that prays together, stays together. This sentence also best captures the essence of this song. The song further describes qualities of an ideal family where there is mutual harmony and equal respect for elders and young ones alike. A home like this would be blessed.
171