જનારૂં જાય છે
જનારૂં જાય છે જીવન, જરા જિનવરને જપતો જા; હૃદયમાં રાખી જિનવરને, પુરાણા પાપ ધોતો જા. જનારૂં...
બનેલો પાપથી ભારે, વળી પાપો કરે શીદને; સળગતી હોળી હૈયાની, અરે જાલિમ બુઝાતો જા. જનારૂં...
દયા સાગર પ્રભુ પારસ, ઉછાળે જ્ઞાનની છોળો; ઉતારી વાસના વસ્ત્રો, અરે પામર તું નહાતો જા. જનારૂં...
જિગરમાં ડંખતાં દુઃખો, થયા પાપે પિછાણીને; જિણંદવર ધ્યાનની મસ્તી, વડે એને ઉડાતો જા. જનારૂં...
અરે આતમ બની શાણો, બતાવી શાણપણ તારું; હઠાવી જૂઠી જગ માયા, ચેતન જ્યોતિ જગાતો જા. જનારૂં...
ખીલ્યાં જે ફૂલડાં આજે, જરૂર તે કાલ કરમાશે;
અખંડ આતમ કમલ લબ્ધિ, તણી લય દિલ લગાતો જા. જનારૂં...
110
Janārū Jāy Chhe
janaru jay chhe jīvan, jarā jinavarane japato jā; hrūdayamā rākhi jinavarane, purāṇā pāp dhoto jā. janārū.....
banelo pāpathi bhāre, vaļī pāpo kare shidane; salagati holi haiyānī, are jālim bujhāto jā. janārū.....
dayā sāgar prabhu pāras, uchhāle jñānani chholo; utārī vāsanā vastro, are pāmar tun nahāto jā. janārū...
jigaramā ḍankhatā duḥkho, thayā pāpe pichhāṇine; jinandavar dhyanani masti, vade ene uḍāto jā. janārū...
are ātam bani shāņo, batāvī shāṇapan tāru; hathāvī jūthi jag māyā, chetan jyoti jagāto jā. janārū...
khīlyā je phūlaḍā āje, jarūr te kāl karamāshe; akhanḍ ātam kamal labdhi, taṇi lay dil lagāto jā. janārū.....
We are all on our way to our death. We should accept this fact without denial and use our body and intelligence to clean our soul of past karma.
111