જનનીની જોડ સખી
બોટાદકર
જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ.
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે. જનનીની...
અમીની ભરેલી એની આંખડી રે લોલ, વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે. જનનીની...
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમન્ત કેરી હેલ રે. જનનીની...
દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ, શશીએ સીંચેલ એની સોડ્ય રે. જનનીની...
જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કૈંક ભર્યા કોડ રે. જનનીની
(પૃષ્ઠ ૧૯૪ પર ચાલુ)
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે. જનનીની
મૂંગી આશિષ ઉરે મરકતી રે લોલ, લેતાં ખૂટે ન એની લ્હાણ રે. જનનીની... ધરતીમાતાયે હશે ધ્રૂજતી રે લોલ, અચળા અચૂક એક માય રે. જનનીની..
ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે. જનનીની...
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે.
જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ.
192
Jananini Joḍ Sakhi
jananini joḍ sakhi ! nahi jaḍe re lol. mīṭhā madhu ne miṭhā mehulā re lol, ethi mithi te mori māt re,
jananini joḍ sakhi ! nahi jade re lol.. prabhunā e prem taṇī pūtaļī re lol, jagathi juderī enī jāt re. jananīnī...
amini bhareli eni ānkhaḍī re lol, vhālanā bharelā enā veņ re. jananīnī...
hāth gūnthel enā hīranā re lol, haiyu hemant keri hel re. jananini...
devone dudh enā dohyalā re lol, shashie sinchel eni soḍya re. jananini...
jagano ādhār enī āngali re lol, kāļajāmā kaink bharyā koḍ re. jananini...
chittaḍu chaḍel enu chākaḍe re lol, paļanā bāndhel enā prāṇ re. jananini...
mūngi āshis ure marakati re lol, letā khūțe na eni lhāṇ re. jananīnī... dharatīmātāye hashe dhrujati re lol, achaļā achūk ek may re. jananini...
gangānā nir to vadhe-ghate re lol, sarakho e premano pravāh re. jananini...
varase ghadik vyomavādali re lol, māḍīno megh bāre mās re. jananini...
chalati chandāni dise chandani re lol, eno nahi athame ujās re.
jananini joḍ sakhi ! nahi jaḍe re lol.
This song describes the sweetness of a mother. Mother's love is unconditional and incomparable. No one can take a place of a mother. The poet tries to unsuccessfully compare a mother's love to moonlight, the waters of the Gangā river, and the clouds. He concludes in the end that a mother's love is unrivaled and beyond comparison.
193