જાગ્યો રે આત્મા આશ જાગી
(રાગ : આધા હૈ ચંદ્રમા... ફિલ્મ : નવરંગ)
જાગ્યો રે આત્મા, આશ જાગી,
મુક્તિના અમૃતની પ્યાસ જાગી, અભિલાષ જાગી, જાગ્યો રે આત્મા.
જ્યારે આતમનો દીવડો જાગે, ત્યારે વૈભવ અળખામણા લાગે, લાગે ખારો સંસાર, લાગે પ્યારો અણગાર,
એને સંયમના પંથની લગની લાગી, જાગ્યો રે આત્મા...
જ્યારે આતમનો દીવડો જાગે, ત્યારે બંધન સંસારનાં ત્યાગે, ત્યાગે સખીઓનો પ્યાર, ત્યાગે સઘળો પરિવાર, એણે વસ્ત્રાલંકારોની પ્રીત ત્યાગી, જાગ્યો રે આત્મા...
જ્યારે આતમનો દીવડો જાગે, ત્યારે અંધારાં દૂરદૂર ભાગે, ભાગે પાતકનો ભાર, ભાગે અવગુણની જાળ,
એના મારગના કંટકો જાય ભાંગી, જાગ્યો રે આત્મા...
જ્યારે આતમનો દીવડો જાગે, ત્યારે સદગુરૂનો આશરો માગે, માગે કર્મોનો નાશ, માર્ગ શિવપુરનો વાસ, એણે ભવભવના દુઃખમાંથી મુક્તિ માગી, જાગ્યો રે આત્મા...
120
Jagyo Re Atmā Ash Jāgi
(rāg: ādhā hai chandramā... film : navarang)
jāgyo re ātamā, āsh jāgī,
muktinā amṛtanī pyās jāgī, abhilāṣ jāgī, jāgyo re ātmā...
jyāre ātamano dīvaḍo jāge, tyāre vaibhav aļakhāmaṇā lāge, lāge khāro sansar, lāge pyāro aṇagār,
ene sanyamanā panthani lagani lāgi, jāgyo re ātmā...
jyāre ātamano dīvado jāge, tyāre bandhan sansāranā tyāge, tyāge sakhiono pyār, tyāge saghaļo parivār,
ene vastrālankāroni prit tyāgi, jāgyo re ātmā...
jyāre ātamano dīvaḍo jāge, tyāre andhārā dūradūr bhāge, bhāge pātakano bhār, bhāge avaguṇanī jāļ,
enā māraganā kanṭako jāy bhāngi, jāgyo re ātmā...
jyāre ātamano dīvaḍo jāge, tyāre sadgurūno āsharo māge, māge karmono nāsh, māge shivapurano vās, ene bhavabhavanā duḥkhamānthi mukti māgi, jāgyo re ātmā...
The poet describes to us the qualities of an awakened soul. When we awaken our soul, we will automatically lose interest in worldly pleasures and be able to focus fully on attaining enlightenment.
121