હું છું અનાથ
હું છું અનાથ, મારો ઝાલજો રે હાથ (૨) વિનવું હું પ્રભુ પારસનાથ
હું છું પ્રવાસી, નથી કોઈનો સંગાથ (૨) વિનવું છું પ્રભુ પારસનાથ
સગાં સંબંધી સ્નેહીઓ સૌ, તો યે નિરાધાર એકલવાયો છું અવનિમાં, તારો છે આધાર (૨) જાવું છે દૂર દૂર, દેજો રે સાથ, પ્રભુ (૨) વિનવું...
ભડભડતી આગમાંથી નાગને ઉગાર્યો, નયનોથી વરસાવી નેહ
સંસાર તાપે હું યે બધું છું,
ઉગારો લાવીને નેહ (૨)
દીનબંધુ છો, દીનોના નાથ, પ્રભુ (૨) વિનવું
મુક્તિનગરમાં જાવું છે મારે, વચમાં છે સાગર મોટો આગળ જાઉં ત્યાં પાછો પડું છું, મારગ મળ્યો ખોટો (૨)
તારજો ઓ પ્રભુ, ત્રિભુવનના નાથ, પ્રભુ (૨) વિનવું...
92
92
Hun Chhun Anath
hun chhun anath, māro jhālajo re hāth (2) vinavu chhun prabhu pārasanāth
hun chhun pravāsi, nathi koino sangāth (2) vinavu chhun prabhu pārasanāth
sagān sambandhi snehio sau, to ye nirādhār ekalavayo chhun avanimā, tāro chhe ādhār (2) jāvu chhe dur dūr, dejo re sāth, prabhu (2) vinavu... bhadabhaḍati āgamānthī nāgane ugāryo, nayanothī varasāvī neh
sansār tāpe hun ye balu chhun, ugāro lāvine neh (2)
dinabandhu chho, dinonā nāth, prabhu (2) vinavu...
muktinagaramā jāvu chhe māre, vachamā chhe sāgar moto āgaļ jāu tyān pāchho paḍun chhun, mārag maļyo khoto (2) tārajo o prabhu, tribhuvananā nāth, prabhu (2) vinavu...
The poet reflects on the temporary nature of his worldly relationships. He has so much support and help on earth, but he feels like an orphan yet because his soul is alone in its quest for the right path. He prays to Prabu Pārasnāth for help in reaching liberation
93