હો મારો ધન્ય બન્યો
હો મારો ધન્ય બન્યો આજે અવતાર કે મળ્યા મને પરમાત્મા હે કરું મોંઘો (૨) ને મીઠો સત્કાર કે મળ્યા મને પરમાત્મા
શ્રદ્ધાનાં લીલુડાં તોરણ બંધાવું ભક્તિના રંગોથી આંગણ સજાવું હો... હો સજે હૈયું (૨) સોનેરી શણગાર કે મળ્યા મને પરમાત્મા
પ્રીતિનાં મઘમઘતાં ફૂલડે વધાવું સંસ્કારે ઝળહળતાં દીવડાં પ્રગટાવું હો... હો કરે મનનો (૨) મોરલિયો ટહુકાર કે મળ્યા મને પરમાત્મા
ઉરનાં આસનિયે હું પ્રભુને પધરાવું જીવન આખું એના ચરણે બિછાવું હો... હો હવે થાશે (૨) આતમનો ઉદ્ધાર કે મળ્યા મને પરમાત્મા
30
Ho Maro Dhanya Banyo
ho māro dhanya banyo āje avatār ke malyā mane paramātmā he karu mongho (2) ne mitho satkār ke malyā mane paramātmā
shraddhānā līluḍā toraṇ bandhāvu bhaktinā rangothī āngan sajāvu ho... ho saje haiyu (2) soneri shanagār ke malyā mane paramātmā
prītinā maghamaghatā phūlaḍe vadhāvu sanskāre jhalahaļatā dīvaḍā pragaṭāvu ho... ho kare manano (2) moraliyo tahukār ke malyā mane paramātmā
uranā āsaniye hun prabhune padharāvu jīvan ākhu enā charaṇe bichhāvu ho... ho have thāshe (2) ātamano uddhār ke maļyā mane paramātmā
I am thrilled because I met my supreme Bhagwan today. I am decorating my house with firm belief, devotion and pure love. I install Him in my heart and surrender my entire life at his feet. I am excited that my soul will be spiritually uplifted.
31