હે ત્રિશલાના જાયા


આ અંતરને કોડિયે, એક દીપ બળે છે ઝાંખો, જીવનના ઓ જ્યોતિર્ધર, એને નિશદિન જલતો રાખો; ઊંચે ઊંચે ઉડવા કાજે, પ્રાણ ચાહે છે પાંખો, તુજને ઓળખું નાથ નિરંજન, એવી આપો આંખો. માનવતાનાં મૂલ્ય ઘટ્યાં ને, ધનવંતા રહી જામી, પાપ ને પુણ્યની વાતો જાણે, થઈ ગઈ સાવ નકામી; દુનિયાની આ પરિસ્થિતિને, કોઈ શકે ના પામી, સાચો રાહ સૂઝાડો સ્વામી, હે પ્રભુ મહાવીર સ્વામી. હે ત્રિશલાના જાયા, માગું તારી માયા, ઘેરી વળ્યા છે મુજને મારા પાપોના પડછાયા. હે ત્રિશલાના... બાકુળાના ભોજન લઈને, ચંદનબાળા તારી, ચંડકૌશિના ઝેર ઉતારી એને લીધો ઉગારી, રોહિણી જેવા ચોરલુંટારા, તુજ પંથે પલટાયા. હે ત્રિશલાના... જુદા થઈને પુત્રીજમાઈ, કેવો વિરોધ કરતા, ગાળો દે ગોશાળો તોયે, દિલમાં સમતા ધરતા, ઝેરના ઘુંટડા ગળી જઈને, પ્રેમના અમૃત પાયા. હે ત્રિશલાના... સુલસા જેવી શ્રાવિકાને, કરૂણા આણી સંભારી, વિનવું છું હે મહાવીર સ્વામી, લેશો નહિ વિસારી, સળગતા સંસારે દેજો, સુખની શીતળ છાયા. હે ત્રિશલાના...
76

He Trishalānā Jāyā


ā antarane kodiye, ek dip bale chhe jhankho, jīvanana o jyotirdhar, ene nishadin jalato rākho; unche unche uḍavā kāje, prāṇ chāhe chhe pānkho, tujane oļakhu nāth nirañjan, evī āpo ānkho. mānavatānā mūlya ghaṭyā ne, dhanavantā rahī jāmī, pāp ne punyani vāto jāne, thai gai sāv nakāmī; duniyānī ā paristhitine, koi shake nā pāmi, sācho rah sujhādo svāmi, he prabhu mahāvīr svāmī. he trishalānā jāyā, māgun tārī māyā, gheri valyā chhe mujane mārā pāponā paḍachhāyā, he trishalānā... bākulānā bhojan laine, chandanabālā tāri, chanḍakaushinā jher utāri, ene lidho ugari, rohiņi jevā choralunṭārā, tuj panthe palaṭāyā, he trishalānā... judā thaine putrījamāī, kevo virodh karatā, gālo de goshālo toye, dilamā samatā dharatā, jheranā ghunṭaḍā gaļī jaīne, premanā amṛta pāyā, he trishalānā... sulasā jevī shrāvikāne, karuṇā āṇī sambhārī, vinavun chhun he mahāvir svāmī, lesho nahi visārī. saļagatā sansāre dejo, sukhani shitaļ chhāyā, he trishalānā...

This song describes various episodes of Bhagwān Mahāvir's life. Bhagwan dealt with various difficult situations of his life with great ease and kindness, likewise, the poet is asking Bhagwan to help him through his life's troubles.
77